પ્રધાનમંત્રી મુદ્રા યોજના લાભ કોને મળે
કોઇપણ ભારતીય નાગરિક અથવા ફર્મ જે નવો ધંધો શરૂ કરવા માગતા હોય અથવા ચાલુ ધંધાને વધારવા માગતા હોય અને જેની નાણાકીય જરૂરિયાત રૂા .૧૦ લાખ હોય . .
પ્રધાનમંત્રી મુદ્રા યોજવામાં કેટલો લાભ મળે
શિશુ લોન રૂ।.૫૦,૦૦૦/-
કિશોર લોન રૂ।.૫૦,૦૦૦ / - થી રૂા .૫,૦૦,૦૦૦
તરૂણ લોન . રૂ।.૫,૦૦,૦૦૦ / - થી રૂા .૧૦,૦૦,૦૦૦ / - સુધી
શરતો આ યોજના અનુસાર સામાન્ય માણસ ગેરેંટી વગર લોન અરજી કરી શકે છે . કોઇપણ પ્રકારની પ્રોસેસ ફી નથી હોતી . આ યોજનામાં વર્કીંગ કેપીટલ લોન મુદ્રા કાર્ડ દ્વારા આપી શકાય છે . . . .
પ્રધાનમંત્રી યોજનાનો લાભ ક્યાંથી મળે
જાહેર ક્ષેત્રની બેંકો , ખાનગી બેંકો , ગ્રામીણ બેંકો , સહકારી બેંકો દ્વારા આ યોજના હેઠળ ધિરાણ આપવામાં આવે છે . નાના ધંધાવાળા જે માલિક હોય અથવા ભાગીદારી પેઢી દ્વારા ધંધો ચલાવતા હોય તેમજ ઉત્પાદન કરતા એકમો તેમજ સેવાક્ષેત્રમાં સંકળાયેલા એકમો આ યોજના હેઠળ લોન મેળવી શકે છે . . .
કુંવરબાઇ મામેરું યોજના અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી યોજના માટે કયા કયા પુરાવાઓ જોઈએ ઃ
લોન મેળવવા માટે નિયત નમૂનાનું અરજીપત્રક ,
પાસપોર્ટ સાઇઝના ફોટા ,
ફોટાવાળું ઓળખપત્ર એટલે કે આધારકાર્ડ ,
ચૂંટણીકાર્ડ ,
પાનકાર્ડ ,
ડ્રાઇવીંગ લાયસન્સ ( કોઇપણ એક ) ,
રહેઠાણનો પુરાવો ,
છેલ્લા છ માસની બેંક પાસબુકની નકલ / સ્ટેટમેન્ટ ,
ઓફિસ / એકમ નોંધણીનો પુરાવો ( એસ્ટાબ્લીસમેન્ટ પ્રુફ ) .