પ્રધાનમંત્રી આવાસ યોજના સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોને મળે
એસઇસીસી -૨૦૧૧ માં સમાવેશ થયેલ ગ્રામીણ વિસ્તારના લાભાર્થીને રૂા .૧,૨૦,૦૦૦ / - ની આવાસ બાંધકામની સહાય આપવામાં આવે છે .
પ્રધાનમંત્રી આવાસ યોજવામાં કેટલો લાભ મળે
કુલ સહાય રૂ।.૧,૨૦,૦૦૦ / પ્રથમ હપ્તો રૂ।.૩૦,૦૦૦ / - ( આવાસ મંજૂરીના હુકમ સાથે )
બીજો હપ્તો રૂા .૫૦,૦૦૦ / - ( આવાસનું બાંધકામ વિન્ડોસીલ ) ત્રીજો હપ્તો રૂ।.૪૦,૦૦૦ / - ( શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી )
ઉપરાંત ૬ માસની અંદર આવાસ પૂર્ણ થાય તો રાજ્ય સરકાર તરફથી વધારાની રૂ।.૨૦,૦૦૦ / - ની અતિરિક્ત સહાય આપવામાં આવે છે . . . . .
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મનરેગા યોજનાના લાભાર્થીઓને ૯૦ દિવસ સુધીની રોજગારી આપવામાં આવે છે , જે વધુમાં વધુ ૯૦ દિવસ પ્રતિદિન રૂ।.૧૯૯ / - મુજબ કુલ રૂ।.૧૭,૯૧૦ / - કામના પ્રમાણમાં મળવાપાત્ર થાય છે .
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કયાથી મળે
આઇ.આર.ડી.શાખા , જે તે તાલુકાની તાલુકા પંચાયત કચેરીમાં અરજી કરવી .
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કયા કયા પુરાવાઓ જોઇએ .
- આવકનો દાખલો ,
- જાતિનો દાખલો ,
- બેંક ખાતાની નકલ ,
- આધારકાર્ડ ની નકલ .
- રેશનકાર્ડની નકલ ,
- જોબકાર્ડ ,
- જમીનની ૭-૧૨ ની નકલ જો હોય તો ,
- ગ્રામસભાનો ઠરાવ ,
- પાસપોર્ટ સાઇઝના ૨ ફોટા ,
- ઘરથાળનો પ્લોટ આકારણી ,
- બાંધકામ રજાચિઠ્ઠી .
કુંવરબાઇ મામેરું યોજના અહીં ક્લિક કરો
સાત ફેરા સમૂહ લગ્ન યોજના અહીં ક્લિક કરો
આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના અહીં ક્લિક કરો
ડો આંબેડકર આવાસ યોજના અહીં ક્લિક કરો