Ad Code

Ticker

3/recent/ticker-posts

ડૉ . આંબેડકર આવાસ યોજના

 ડૉ . આંબેડકર આવાસ યોજના સંપૂર્ણ માહિતી 

ડૉ . આંબેડકર આવાસ યોજનાનો કોને લાભ મળે 

અનુસૂચિત જાતિના કુટુંબોને કે જેઓ પાસે રહેવા લાયક મકાન નથી તેઓને નિયમોનુસાર આ યોજનામાં લાભ મળી શકે . તેઓનું મકાન જર્જરિત હોય અથવા તેઓ પાસે પોતાનો ખૂલ્લો પ્લોટ ધરાવતા કુટુંબોને સહાય મળી શકે . 

આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂા .૧,૫૦,૦૦૦ / - તથા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦ / - છે . . 

ડૉ . આંબેડકર આવાસ યોજનાનો લાભ ક્યાંથી મળે 

નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ ( શહેરી વિસ્તાર માટે ) . જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી , જિલ્લા પંચાયત ( ગ્રામ્ય વિસ્તાર માટે ) . • સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી , ( સંબંધિત તાલુકામાં ) સહાય માટે અરજી કરી શકે છે . 

ડૉ . આંબેડકર આવાસ યોજના કેટલો લાભ મળે . 

આ યોજનામાં કુલ રૂા .૧,૨૦,૦૦૦ / - ની સહાય આપવામાં આવે છે . જેમાં પ્રથમ હપ્તો રૂા .૪૦,૦૦૦ / - . બીજો હપ્તો રૂ।.૬૦,૦૦૦ / - . અને ત્રીજો હપ્તો રૂ।.૨૦,૦૦૦ / - . . . . . 

કુંવરબાઇ મામેરું યોજના અહીં ક્લિક કરો

સાત ફેરા સમૂહ લગ્ન યોજના અહીં ક્લિક કરો
આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના અહીં ક્લિક કરો
ડો આંબેડકર આવાસ યોજના અહીં ક્લિક કરો

ડૉ . આંબેડકર આવાસ યોજના કયા કયા પુરાવાઓ જોઇએ 

  • આવકનો દાખલો , 
  • જાતિનો દાખલો , 
  • રેશનકાર્ડની નકલ , 
  • આધારકાર્ડ , 
  • બાંધકામની રજા ચિઠ્ઠી , 
  • બેંક પાસબુકની નકલ , 
  • અરજદારનો અરજી સાથે ફોટોગ્રાફ , 
  • બાંધકામ એસ્ટીમેન્ટ , 
  • પ્લાન , 
  • પ્લોટનો દસ્તાવેજ , 
  • ૨ - નંબરનો ઉતારો , 
  • જર્જરિત મકાન હોય તો માલિકીની વિગતો .

ડૉ . આંબેડકર આવાસ યોજના સંપૂર્ણ માહિતી