Ad Code

Ticker

3/recent/ticker-posts

અન્નમબ્રહ્મ યોજના

 અન્નમબ્રહ્મ યોજના સંપૂર્ણ માહિતી

ભૂખમરા અને કુપોષણને કારણે થતા મૃત્યુ અટકાવવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ઘરવિહોણા અને અનાથ બાળકોને વિનામૂલ્યે અનાજ આપવા અંગે ‘ અન્નમબ્રહ્મ ’ યોજના અમલમાં મૂકેલ છે . 

અન્નમબ્રહ્મ યોજનાનો લાભ કોને મળે . 

  • જે વ્યક્તિ કે કુટુંબ પાસે કોઇ પણ પ્રકારનું રેશનકાર્ડ નથી . 
  • અત્યંત ગરીબ / અશક્ત / નિરાધાર વ્યક્તિ . 
  • હોસ્પિટલના બિછાને પડેલ દર્દી કે જેમને અનાજની જરૂરિયાત છે . 
  • સામાન્ય દેખાવ પરથી યોગ્ય લાગે તેવી જરૂરિયાતમંદ વ્યક્તિ / કામદાર . 
  • ઘરવિહોણી એકલી વ્યક્તિ અથવા કુટુંબ ( બાળકો સહિત ) 
  • ઘરવિહોણા અને અનાથ બાળક એટલે કે સ્ટ્રીટ ચીલ્ડ્રન . . . . 

અન્નમબ્રહ્મ યોજનામાં કેટલો લાભ મળે 

પસંદગી પામેલ લાભાર્થીને પ્રથમ તબક્કે ૬ માસ માટે ‘ અન્નમબ્રહ્મ ’ નામની યોજનાનું કાર્ડ આપવાનું રહે . 

માસિક ૧૦ થી ૧૫ કિ.ગ્રા . અનાજનું વિતરણ વિનામૂલ્યે કરવાનું રહે . . . . 

૬ માસ પૂરા થતા પહેલા મામલતદારશ્રી / જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જરૂરી સમીક્ષા કરી વધુ ૬ માસ માટે કાર્ડ રીન્યુ કરી શકે . 

લાભાર્થી વ્યક્તિ કે કુટુંબ જો કોઇ ચોક્કસ રહેઠાણ પ્રાપ્ત કરે તો જરૂરી પુરાવાના આધારે યોગ્ય ચકાસણી બાદ મળવાપાત્ર જે તે કેટેગરીનું રેશનકાર્ડ ઇસ્યૂ કરી શકાય .

અન્નમબ્રહ્મ યોજનાનો લાભ ક્યાંથી મળે 

સદરહુ યોજનાના અમલ માટે દરેક મામલતદારશ્રીની કચેરીને ૧૦ ક્વિન્ટલ અનાજ ફાળવવાનું રહે છે . . 

લાભાર્થીઓની પસંદગી મામલતદારશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની સ્વવિવેક બુદ્ધિના આધારે . .

અન્નમબ્રહ્મ યોજના