Ad Code

Ticker

3/recent/ticker-posts

વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના સંપૂર્ણ માહિતી
વ્હાલી દીકરી યોજના સંપૂર્ણ માહિતી

વ્હાલી દીકરી યોજના લાભ કોને મળે 

આ વ્હાલી દીકરી યોજના હેઠળ જે પરિવારમાં તા.૦૨-૦૮-૨૦૧૯ પછી પ્રથમ સંતાનમાં અને બીજા અને ત્રીજા ( જોડીયા ) સંતાનમાં દીકરીનો જન્મ થાય તથા પરિવારની વાર્ષિક આવક રૂા .૨,૦૦,૦૦૦ / - થી ઓછી હોય તેવા પરિવારને આ યોજનાનો લાભ મળે છે . . 

આ પણ વાંચો : પાલક માતા પિતા યોજના

વ્હાલી દીકરી યોજનામાં કેટલો લાભ મળે ? 

( ૧ ) પ્રથમ હપ્તોઃ દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂા .૪૦૦૦ / - ની સહાય મળવાપાત્ર થશે . .

( ૨ ) બીજો હપ્તોઃ • દીકરીના નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂા .૬૦૦૦ / - ની સહાય મળવાપાત્ર થશે . 

( ૩ ) ત્રીજો હપ્તો દીકરીની ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય તરીકે રૂા .૧,૦૦,૦૦૦ / - ની સહાય મળવાપાત્ર થશે . . . 

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

વ્હાલી દીકરી યોજનાનો લાભ કયાથી મળે

આંગણવાડી કેન્દ્રો સીડીપીઓ કચેરી . • • ગ્રામ પંચાયત • મહિલા અને બાળ અધિકારીની કચેરીથી વિનામૂલ્યે મળશે .

વ્હાલી દીકરી યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઇએ ? 

  • લાભાર્થી દીકરીના માતા - પિતાની સંયુક્ત આવક અંગેનો ચીફ ઓફિસર / મામલતદાર / તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઇપણ એકનો દાખલો . . . . . 
  • લાભાર્થી દીકરીના પિતાના આધારકાર્ડની નકલ . 
  • લાભાર્થી દીકરીના માતા - પિતાની ઉંમર અંગે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મનો દાખલો ( અન્ય કોઇપણ આધાર - પુરાવાઓ હોય તો PHC / CHC સિવિલ સર્જન પૈકીનો કોઇપણ એક સરકારી ડૉક્ટરી / પ્રમાણપત્ર / સર્ટીફિકેટ ) 
  • દીકરીનું જન્મનું પ્રમાણપત્ર 
  • લાભાર્થી દીકરીના આધારકાર્ડની નકલ 
  • લાભાર્થી દીકરીના માતાના આધારકાર્ડની નકલ 
  • દંપતિ પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા 
  • વ્હાલી દીકરી યોજના અરજદારના રેશનકાર્ડની નકલ નિયત નમૂનામાં દંપતિનું સોગંદનામું
વ્હાલી દીકરી યોજના ફોર્મ