Ad Code

Ticker

3/recent/ticker-posts

ચિરંજીવી યોજના

 ચિરંજીવી યોજના સંપૂર્ણ માહિતી , સંસ્થાકીય સુવાવડ 
ચિરંજીવી યોજના

ચિરંજીવી યોજનાનો લાભ કોને મળે 

આ ચિરંજીવી યોજનામાં ગરીબી રેખા હેઠળની ( બી.પી.એલ. કાર્ડ ધરાવતી ) કુટુંબની પ્રસૂતા બહેનો તથા ગરીબી રેખા ઉપરની ( એ.પી.એલ. કાર્ડ ધરાવતી ) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસૂચિત જનજાતિ કુટુંબોની પ્રસૂતા બહેનોને લાભ આપવામાં આવે છે . જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારના તલાટી - કમ - મંત્રી , સરપંચ , મામલતદાર , મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે . 

ચિરંજીવી યોજનાનો લાભ ક્યાંથી મળે . 

જિલ્લામાં ચિરંજીવી યોજનામાં જોડાયેલ ખાનગી સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબો પાસે . 

ચિરંજીવી યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ . 

ચિરંજીવી યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે બી.પી.એલ. કાર્ડની નકલ અથવા આવકનો દાખલો મુકવાનો થાય છે .

અન્ય યોજનાઓ વિશે પણ જાણો


આ યોજના અંતર્ગત સહાચ / લાભ 

આ ચિરંજીવી યોજના હેઠળ પ્રસૂતા બહેનોને સરકાર દ્વારા નક્કી કરાયેલા ખાનગી દવાખાનામાં વિનામૂલ્યે પ્રસૂતા કરાવી શકે છે . દવાખાનામાં કોઇપણ રકમ ચૂકવવાની હોતી નથી . . એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ડૉક્ટરો જ આપશે અને તે પણ વિનામૂલ્યે . ઉપરાંત પ્રસૂતાને દવાખાને આવવા ભાડા પેટે રૂા .૨૦૦ / - ડૉક્ટર દ્વારા રોકડા આપવામાં આવશે .