જનની સુરક્ષા યોજના નો લાભ કોને મળે
આ જનની સુરક્ષા યોજનામાં ગરીબી રેખા હેઠળની ( બી.પી.એલ. કાર્ડ ધરાવતી ) કુટુંબની પ્રસૂતા બહેનો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કુટુંબોની તમામ પ્રસૂતા બહેનોને લાભ આપવામાં આવે છે .
જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેઓના વિસ્તારના તલાટી - કમ - મંત્રી , સરપંચ , મામલતદાર , મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે .
જનની સુરક્ષા યોજનાનો લાભ ક્યાથી મળે
સ્ત્રી આરોગ્ય કાર્યકર ( સબંધિત વિસ્તાર ) દ્વારા આ લાભ આપવામાં આવશે .
જનની સુરક્ષા યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
આ યોજના અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરાવવાનું રહેશે અને સાથે બી.પી.એલ. કાર્ડ હોવાનો પુરાવો અથવા આવકનો પુરાવો જોડવાનો રહેશે .
અન્ય સરકારી યોજનાઓ
જનની સુરક્ષા યોજના અંતર્ગત સહાય / લાભ .
આ જનની સુરક્ષા યોજના હેઠળ લાભાર્થીને રૂા .૭૦૦ / - ગ્રામ્ય વિસ્તારમાં તેમજ રૂ।.૬૦૦ / - શહેરી વિસ્તારમાં પોષણયુક્ત ખોરાક , પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઇ ખર્ચ કે અન્ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહીનાના સમયગાળામાં બેંક ખાતામાં ચૂકવવામાં આવશે .