Ad Code

Ticker

3/recent/ticker-posts

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના

પ્રધનમંત્રી ઉજ્વલા યોજના વિશે સંપૂર્ણ માહિતી 

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને બે સીલીન્ડર મફતમાં આપવામાં આવે છે.

તમે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ના લાભાર્થી તરીકે વિનામૂલ્યે ગેસ સીલીન્ડરના રીફીલીંગ માટે લાયક છો. તમે ગેસના બાટલા ના રીફીલીંગના બુકીંગ કરી ને ડીલીવરી વખતે પુરેપુરા નાણાં પહેલાં ચુકવવાનાં રહેશે. ત્યારબાદ તમારા  બેંક ખાતામાં સબસીડી સ્વરૂપે ગેસના બાટલા ના રીફીલીંગના નાણાં કેન્દ્ર સરકાર અને  રાજ્ય સરકાર દ્વારા પુરેપુરા નાણાં પરત ચુકવવામાં આવશે.

  નોંધાયેલ ગ્રાહકોને વિનામૂલ્યે ૧૮ ઑક્ટોબર ૨૦૨૨ થી ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ સુધીના ક્વાર્ટરમાં નોંધાયેલ ગ્રાહકોને વિનામૂલ્યે એક બાટલો આપવામાં આવે છે.  તથા  બીજા તબક્કામાં  જાન્યુઆરી ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૩ સુધીનાં ક્વાર્ટરમાં  બીજો બાટલો આપવામાં આવે છે.  એમ કુલ બે ગેસના બાટલા  મફતમાં આપવામાં આવે છે.  

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

    પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને ગરીબીરેખાની નીચે જીવી રહેલા પરિવારોને મફત સ્‍થાનિક રાંધણગેસ કનેક્‍શન ઉપલબ્‍ધ કરાવવા માં આવે છે.  

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માં BPL પરિવારોને ફ્રી LPG કનેક્‍શન ઉપલબ્‍ધ કરાવવામાં આવશે  છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને હાલમાં  ૧૨ સિલિન્‍ડરો અથવા તો 5 kg ના ૩૪ સિલિન્‍ડરો મેળવવાના હકદાર છે. બજાર  કિંમત LPGની વધારે છે, પરંતુ સબસિડીની કિંમત ઓછી છે. મોદીએ કહ્યું હતું કે, પ્રથમ વર્ષમાં જ BPL પરિવારોને જંગી લાભ આપવામાં આવી રહ્યા છે. દરેક LPG કનેક્‍શન માટે ૧૬૦૦ રૂપિયાની મદદ BPL પરિવારોને કરાશે. 

  ઉલ્લેખનીય છે કે આ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ ગેસ એજન્સીઓ ગેસ કનેક્શનની સાથેસાથ રેગ્યુલેટર, રબર ટ્યૂબ, સગડી વગેરે તમામ સામાન વિનામૂલ્યે આપવામા આવે છે.   વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્યે ગેસ કનેકશન આપશે. એચપીસીએલ ગ્રાહકોને એક સિલિન્ડર, એક રેગ્યુલેટર, સિક્યોરિટી ડિપોઝિટ, કાર્ડ અને સેફ્ટી હોઝ વિનામૂલ્યે આપવામાં આવે છે. 

  દેશમાં ગરીબને હજુ સુધી રસોઈ બનાવવાનો LPG ગેસ  મર્યાદિત પહોંચ છે. LPG સિલેન્ડરની પહોંચ મુખ્ય રૂપથી શહેર અને અર્ધ-શહેરી ક્ષેત્રો સુધી જ છે, અને એમાંથી પણ મોટાભાગના મધ્યમ અને સમૃદ્ધ વર્ગના છે. કોલસાના ઈંધણ પર આધારિત રસોઈ બનાવવાથી સ્વાસ્થ્યથી જોડાયેલ ગંભીર સમસ્યાઓ જોવા મળી છે.  

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અનુમાન મુજબ ભારતમાં 5 લાખ લોકોના મૃત્યુ ગંદા કોલસા ના ઈંધણના કારણે થયા છે. આમાંથી મોટાભાગે મૃત્યુનું કારણ બીનચેપી રોગ જેવા હૃદય રોગ, આઘાત, લાંબા પ્રતિરોધક ફેફસા સંબંધી રોગ અને ફેફસાના કેન્સરનો પણ સમાવેશ થાય  છે. ઘરેલૂ વાયુ પ્રદૂષણ પણ બાળકોને થનારા શ્વાસ સંબંધી રોગો માટે મોટી સંખ્યામાં જવાબદાર છે. 

વિશેષજ્ઞો અનુસાર રસોઈમાં ખુલ્લી આગ સળગાવવી એ એક કલાકે 400 સિગારેટ સળગાવવા સમાન છે.