Ad Code

Ticker

3/recent/ticker-posts

સુકન્યા સમૃદ્ધિ યોજના

 સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી 

દિકરી જયારે 21 વર્ષની થાય ત્યારે  દિકરી ને 65 લાખ રૂપિયા મળશે. 

  જો તમે પણ દીકરીના પિતા છો અને ઈચ્છો છો કે તમારી દિકરી નુ ભવિષ્ય આર્થિક રીતે સમૃદ્ધ હોવું જોઈએ. તો તમે પણ આ  સરકારની  સુકન્યા સમૃદ્ધિ યોજના માં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. અને તમે પણ તમારી દિકરીનુ ભવિષ્ય સારું બનાવી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજના માં  રોકાણ કરીને તમારી દીકરી માત્ર ૨૧ વર્ષની થાય ત્યારે લાખોપતિ બની જશે. આ પ્લાનમાં તમારે દરરોજ  416 રૂપિયા બચાવવા પડશે. આ બચત પાછળથી તમારી પુત્રી માટે રૂપયા  ૬૫ લાખ જેટલી મોટી રકમ બની જશે.જેથી તેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. 

અન્ય યોનાઓ વિશે જાણો


 સુકન્યા સમૃદ્ધિ યોજના 

સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી લાંબા ગાળાની યોજના છે, જેમાં રોકાણ કરીને તમે તમારી દીકરીના શિક્ષણ અને ભવિષ્ય વિશે ખાતરી કરી શકો છો. આ માટે તમારે વધારે પૈસા લગાડવાની  જરૂર નથી. પહેલા નક્કી કરો કે જ્યારે તમારી દીકરી ૨૧ વર્ષની થાય ત્યારે તમારે તેના માટે કેટલા પૈસાની જરૂર છે. તે પ્રમાણે રોકાણ કરવું જોઈએ. દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે સરકારની આ એક લોકપ્રિય યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ૧૦ વર્ષ સુધીની દીકરીનું ખાતું ખોલાવી શકાય છે. આમાં તમે વાર્ષિક ઓછામાં ઓછા ૨૫૦ રૂપિયા અને વધુમાં વધુ ૧.૫ લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જ્યારે પુત્રી ૨૧ વર્ષની થશે ત્યારે આ યોજના પરિપક્વ થશે. જો કે, આ યોજનામાં તમારું રોકાણ ઓછામાં ઓછું  ૧૮ વર્ષ સુધી  લૉક કરવામાં આવશે. ૧૮ વર્ષ પછી પણ તે આ સ્કીમમાંથી કુલ રકમના 50% ઉપાડી શકે છે. જેનો ઉપયોગ તે ગ્રેજ્યુએશન કે આગળના અભ્યાસ માટે કરી શકે છે. આ પછી, દિકરી જ્યારે ૨૧ વર્ષની થાય ત્યારે જ તમામ પૈસા ઉપાડી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માહિતી


  આ સુકન્યા સમૃદ્ધિ યોજના ની સારી વાત એ છે કે તમારે આખા ૨૧ વર્ષ સુધી પૈસા જમા કરાવવાની જરૂર નથી, જયારે તમે  સુકન્યા સમૃદ્ધિ યોજનામાં  ખાતું ખોલાવો તે સમયથી ૧૫ વર્ષ સુધી જ પૈસા જમા કરાવી શકાય છે. જ્યારે દીકરીની ઉંમર 21 વર્ષ  સુધી તે પૈસા પર વ્યાજ મળતું રહેશે.સુકન્યા સમૃદ્ધિ યોજના મા હાલમાં સરકાર આના પર વાર્ષિક ૭.૬ ટકા વ્યાજ આપી રહી છે. આ યોજના ઘરની બે દીકરીઓ માટે ખોલી શકાય છે. જો જોડિયા હોય તો ૩ દીકરીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના

 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ માટે  જો તમારી દિકરી  આજે 10 વર્ષની છે, અને તમે આજે રોકાણ કરવાનું શરૂ કર્યું છે તો તમે માત્ર 11 વર્ષ માટે જ રોકાણ કરી શકશો.  તેવી જ રીતે જો તમારી ૫ વર્ષની પુત્રી છે અને તમે રોકાણ કરવાનું શરૂ કરો તો તમે 16 વર્ષ માટે રોકાણ કરી શકશો.  જો તમારી દીકરી 2022 માં આજે 1 વર્ષની થઈ જાય અને તમે રોકાણ કરવાનું શરૂ કરો તો તે 2043 માં પરિપક્વ થઈ જશે. અને તમે આ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકો છો.
   સુકન્યા સમૃદ્ધિ યોજનામાં  તમે 416  રૂપિયા નુ રોકાણ કરી 65,00,000 મેળવી શકો છો. અહીં અમે ધારીએ છીએ કે જો તમે 2022 માં રોકાણ કરવાનું શરૂ કર્યું છે, તો તમારી પુત્રીની ઉંમર 1 વર્ષ છે. હવે તમે દરરોજ 416 રૂપિયા બચાવ્યા છે, તે  મહિનામાં 12,500 રૂપિયા થાય. અને જો દર મહિને 12,500 રૂપિયા જમા કરવામાં આવે તો વર્ષમાં 1,50,000 રૂપિયા જમા થાય છે.અને જો તમે આ રોકાણ 15 વર્ષ માટે કરો છો, તો કુલ રોકાણ રૂ. 22,50,000 થાય. તેનુ 7.6% વાર્ષિક વ્યાજે, તમને કુલ રૂપયા 42,50,000 નું વ્યાજ મળે.અને તમારી દિકરી  જ્યારે 21 વર્ષની થશે, ત્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં  તે સમયે કુલ રકમ રૂપયા 65,00,000 થય જશે. આમ દિકરી જયારે 21વર્ષ ની થાય ત્યારે તે લાખોપતિ બની જશે. 

 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં  80C હેઠળ કરમુક્તિનો લાભ માત્ર બે દીકરીઓના ખાતા પર જ મળતો હતો. આ લાભ ત્રીજી પુત્રીને મળતો ન હતો. નવા નિયમ હેઠળ, જો એક પુત્રી પછી બે જોડિયા દિકરી નો જન્મે છે, તો તે બંને માટે ખાતું ખોલવાની જોગવાઈ છે.