Ad Code

Ticker

3/recent/ticker-posts

સ્પોન્સરશીપ યોજના

 સ્પોન્સરશીપ યોજના સંપૂર્ણ માહિતી 
સ્પોન્સરશીપ યોજના સંપૂર્ણ માહિતી

સ્પોન્સરશિપ યોજનનો લાભ કોને મળે

ફરજિયાત શિક્ષણ મેળવતા બાળકને આ યોજનાનો લાભ મળશે , અભ્યાસ બંધ થતા સહાય બંધ કરવામાં આવશે . બાળ સંભાળ ગૃહમાં રાખેલ હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . 

બાળકનાં માતા - પિતા બન્ને અથવા માતા અથવા પિતા અવસાન પામેલ હોય અથવા ગંભીર અકસ્માતનાં કારણે અશક્ત બનેલ હોય અથવા ૫૦ % માનસિક / ૮૦ % શારીરિક દિવ્યાંગતા ધરાવતા હોય તેવા અને આર્થિક ઉપાર્જન ન કરી શકવાના કારણે બાળકોની સંભાળ લેવા માટે સક્ષમ ન હોય તેઓના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . 

માતા - પિતા બન્ને જેલમાં હોય અથવા બન્ને માંથી કોઇ એક જેલમાં હોય અને બીજાનું અવસાન થયેલ હોય તેઓના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે . 

જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

બાલસખા યોજના : અહીં ક્લિક કરો

મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો

જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો

ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો

કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો

બાળકના માતા વિધવા હોય , છુટાછેડા લીધેલ હોય અથવા બાળક / માતાને કુટુંબ દ્વારા ત્યજી દેવામાં આવેલ હોય ઉપરાંત કોઇપણ કારણોસર માતા - પિતા બાળકની સારસંભાળ લેવા સક્ષમ ન હોવાનાં કારણે બાળકને . 

બાળસંભાળ ગૃહમાં રહેતા હોય તેવા બાળકના માતા - પિતા બન્ને , માતા અથવા પિતા SERO POSITIVE ILLNESS , કેન્સર , સીકલસેલ , રક્તપીત , થેલેસેમીયા તેમજ અન્ય જીવલેણ બીમારીઓથી પીડાતા હોય તેવા માતા - પિતાના બાળકને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે . 

સ્પોન્સરશીપ યોજનામાં કેટલો લાભ મળે • 

બાળકોને શૈક્ષણિક કુટુંબમાં પુનઃ સ્થાપન કરવા અર્થે માસિક રૂા .૩,૦૦૦ / - લેખે કમિટીએ મંજૂર કર્યેથી ત્રણ વર્ષ માટે યોજનાનો લાભ .

સ્પોન્સરશીપ યોજનાનો લાભ કચાંથી મળે • આ સ્પોન્સરશીપ યોજનાના ફોર્મ જે તે જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીની કચેરીએથી . 

બાળકને ઓછામાં ઓછું ૧ મહિના ચિલ્ડ્રન હોમમાં રહેવું જરૂરી છે . 

આ યોજનામાં કયા કયા પુરાવા જોઈએ 

બાળકના ઉંમરના દાખલા માટે જન્મનો દાખલો / શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ . 

અરજદારના બાળક સાથેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો . બાળકના માતા અથવા પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ .

અરજદારે બેંકમાં બાળકના નામ સાથેનું સંયુક્ત એકાઉન્ટ ખોલાવવાનું રહેશે . 

અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય સ્તરે રૂ।.૧,૨૦,૦૦૦ / - અને શહેરી વિસ્તાર માટે રૂ।.૧,૫૦,૦૦૦ / -થી વધુ ના હોય તેવું આવકનું પ્રમાણપત્ર . 

૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકો માટે - આંગણવાડીમાં જતા હોય તેનું સીડીપીઓનું પ્રમાણપત્ર . 

૬ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે - બાળક શાળામાં ભણે છે તે અંગેનું આચાર્ય પાસેથી પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહેશે .