સુકન્યા સમૃદ્ધિ યોજના સંપૂર્ણ માહિતી
સુકન્યા સમૃદ્ધિ યોજના લાભ કોને મળે
ઝીરો થી દશ વર્ષ સુધીની દીકરી / કન્યા આ યોજનામાં જોડાઇ શકે છે . માતા - પિતા અથવા કાયદેસરના વાલી દીકરી - કન્યાનું ખાતું ખોલાવી શકે છે . ( કન્યાની ઉંમર મર્યાદા ૧૦ વર્ષ ) . . . . શરતો ખાતું ખોલાવ્યા બાદ એક નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂા .૨૫૦ / - ભરવા જરૂરી છે . અને વધુમાં વધુ રૂ।.૧,૫૦,૦૦૦ / - ( એક લાખ પચાસ હજાર પુરા ) ભરી શકાય અને આ ભરેલ રકમ ઇન્કમટેક્ષની કલમ ૮૦ ( સી ) હેઠળ બાદ મળી શકે છે .
દીકરી - કન્યાનું એક જ ખાતું ખૂલી શકે પરંતુ જો એક કરતા વધારે દીકરીઓ કુટુંબમાં હોય તો વધુમાં વધુ બે દીકરીનું ખાતું ખોલી શકાય .
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
મહિલા શક્તિ કરણ યોજના ક્લિક કરો
જનની સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
કસ્તુરબા પોષણ સહાય યોજના: અહીં ક્લિક કરો
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલો લાભ મળે .
બેંકડીપોઝીટના વ્યાજ દરની સરખામણીએ વધારે વ્યાજ મળે છે . પ્રથમ દીકરીના જન્મ બાદ બીજી ડીલીવરીમાં ટ્વીન્સ બેબી - દીકરીનો જન્મ થાય તો ત્રણે દીકરીના સુકન્યા સમૃદ્ધિમાં ખાતું ખોલાવી શકાય .
આ ખાતામાં ભરવામાં આવતી રકમ ઇન્કમટેક્ષની કલમ ૮૦ ( સી ) હેઠળ વધુમાં વધુ રૂા .૧,૫૦,૦૦૦ / - સુધી બાદ મળે છે .
દીકરી / કન્યાના લગ્ન સમયે ઉપયોગમાં લઇ શકાય તેમજ કન્યાના / દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે જમા રહેલ રકમમાંથી ૫૦ % રકમ ઉપાડી શકાય .
સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ ક્યાંથી મળે
જાહેર ક્ષેત્રની બેંકો , ખાનગી બેંકો તેમજ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકાય છે . .
ખાતું ખોલાવવા કયા ડોક્યુમેન્ટ જોઈએ
- કન્યા / દીકરીનું જન્મ પ્રમાણપત્ર . . .
- વાલીનું ફોટાવાળું ઓળખપત્ર .
- વાલીનું રહેઠાણના સરનામાવાળો પુરાવો .