સઘન મિશન ઈન્દ્રધનુષ યોજના સંપૂર્ણ માહિતી
સઘન મિશન ઈન્દ્રધનુષ લાભ કોને મળે
રસીકરણ થી વંચિત રહી ગયેલ સગર્ભા માતાઓ અને નવજાત શિશુથી બે વર્ષ સુધીના બાળકો .
સઘન મિશન ઈન્દ્રધનુષ યોજના લાભ ક્યાથી મળે .
મિશન ઇન્દ્રધનુષના યોજના રાઉન્ડ દરમ્યાન નિયત કરેલ મમતા સેશન પર .
જનની શિશુ સુરક્ષા યોજના : અહીં ક્લિક કરો
બાલસખા યોજના : અહીં ક્લિક કરો
ચિરંજીવી યોજના : અહીં ક્લિક કરો
સઘન મિશન ઇન્દ્રધનુષ યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત ભૌગોલિક અને અંતરિયાળ વિસ્તારો જેવા કે શહેરી ઝૂંપડપટ્ટીઓ , સીમ વિસ્તાર , વાડી વિસ્તાર , ઇંટ ભઠ્ઠા , નવા બાંધકામ વિસ્તાર , નદી કાંઠાના ગામો , જંગલ વિસ્તારો તથા અન્ય દુર્ગમ વિસ્તારો જયાં ઓછું રસીકરણ જોવા મળે છે તેવા વિસ્તારો આવરી લેવાના હોય છે . . સગર્ભા માતાઓ અને નવજાત શિશુથી બે વર્ષ સુધીના બાળકોની માથાદીઠ મોજણી દ્વારા આશાબેન , આંગણવાડી કાર્યકર દ્વારા નામજોગ યાદી તૈયાર કરવામાં આવે છે . . ત્યારબાદ મિશન ઇન્દ્રધનુષના યોજના ના રાઉન્ડ મુજબ માઇક્રોપ્લાનીંગ તૈયાર કરી આ લાભાર્થીઓને વધારાના મમતા સેશનનું આયોજન કરી રસીકરણની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે .
કુપોષણ યોજના વિશે વાંચો
અટલ સ્નેહ યોજના વાંચો
સઘન મિશન યોજના અંતર્ગત સહાય / લાભ
આ યોજના અંતર્ગત સગર્ભા માતાઓ અને બાળકોને નિઃશુલ્ક રસીકરણ સેવાઓ . સગર્ભા માતાઓને ધનુરથી તેમજ બાળકોને આઠ ઘાતક રોગો જેવા કે ટી.બી. , પોલીયો , ડીપ્થેરીયા , ઉટાટીયું , ધનુર , ઝેરી કમળો , હીબ વાયરસથી થતા રોગો અને ઓરી જેવા જીવલેણ રોગો સામે રક્ષણ પૂરું પાડવા રસીકરણ સેવાઓ .