Ad Code

Ticker

3/recent/ticker-posts

કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન યોજના

કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન યોજના સંપૂર્ણ માહિતી
કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન યોજના

કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન લાભ કોને મળે . 

નવજાત શિશુથી લઇને ૬ વર્ષ સુધીના તમામ અતિગંભીર કુપોષિત બાળકો ( SAM ) ને આ કુપોષણ યોજનાનો લાભ મળે છે.

કુપોષણ યોજના લાભ ક્યાંથી મળે

આ કુપોષણ ગુંજરાત અભિયાન યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર તાલુકા કક્ષાએ પ્રા.આ.કેન્દ્ર / સા.આ.કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ જિલ્લા હોસ્પિટલ / મેડીકલ કોલેજ હોસ્પિટલમાં મળશે . જ્યારે શહેરી વિસ્તારમાં પણ આ યોજનાનો લાભ મળી શકશે . 

કુપોષણ યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ 

આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી કરી યાદી બનાવશે ત્યારબાદ સ્ત્રી આરોગ્ય કાર્યકર આ બાળકોનું સ્ક્રીનીંગ કરશે . જેમાં તબીબી સારવાર જરૂરિયાત સિવાયના બાળકોને સામૂદાયિક સ્તરે આંગણવાડી ખાતે થેરાપ્યુટીક કોમ્પ્લીમેન્ટ્રી ફૂડ મારફત સારવાર કરવામાં આવે છે . જ્યારે સામાન્ય તથા સાધન તબીબી સારવારની જરૂરિયાત વાળા બાળકોને ક્રમશઃ પ્રા.આ.કેન્દ્ર / સા.આ.કેન્દ્ર ખાતે કાર્યરત બાલ સેવા કેન્દ્ર ( CMTC ) પર અને જિલ્લા હોસ્પિટલ / મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે કાર્યરત બાલ સંજીવની કેન્દ્ર ( NRC ) પર સારવાર અર્થે મોકલવામાં આવે છે . કુપોષણ અભિયાન યોજના માં ઉપરાંત મમતા દિવસે અને હોસ્પિટલમાં ઓ.પી.ડી. દરમ્યાન કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ કરી તેઓને બાળ સેવા કેન્દ્ર ( CMTC ) / બાળ સંજીવની કેન્દ્ર ( NRC ) પર રીફર કરવામાં આવે છે .

અટલ સ્નેહ યોજના : અહીં ક્લિક કરો

મતૃત્વ અભિયાન યોજના : અહીં ક્લિક કરો

કુપોષણ યોજના અંતર્ગત સહાય / લાભ . 

આ કુપોષણ અભિયાન યોજના અંતર્ગત ૬ વર્ષ સુધીના અતિગંભીર કુપોષિત બાળકોને ક્ષેત્રીય તથા સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે . આ કામગીરી આંતર વિભાગીય સંકલન દ્વારા થાય છે . બિમારી ન હોય તેવા અતિગંભીર કુપોષિત બાળકોની આંગણવાડી ખાતે સામૂદાયિક સ્તરે સારવાર ( CMAM ) કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે તથા બિમાર અતિગંભીર કુપોષિત બાળકોને આરોગ્ય સંસ્થા ખાતે કાર્યરત બાલ સેવા કેન્દ્ર ( CMTC ) અને બાલ સંજીવની કેન્દ્ર ( NRC ) ખાતે તબીબી સારવાર અને પોષણ પુર્વસન અર્થે મોકલવામાં આવે છે .