સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના વિશે માહિતી
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય કોને લાભ મળે
અનુસૂચિત જાતિના અરજદારોને સ્વજનના મરણ સમયે કફન કાઠી સહાય પેટે આ યોજનાનો લાભ મેળવી શકાય છે .
આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ।.૧,૫૦,૦૦૦ / - તથા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦ / - છે . તેમજ આ યોજના અંતર્ગત લાભાર્થી છ માસની અંદર અરજી કરવાની રહે છે .
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ ક્યાંથી મળે . . .
નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ ( શહેરી વિસ્તાર માટે ) . જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી , જિલ્લા પંચાયત ( ગ્રામ્ય વિસ્તાર માટે ) . સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી , ( સંબંધિત તાલુકામાં ) સહાય માટે અરજી કરી શકે છે .
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાયમાં કેટલો લાભ મળે .
સીધા વારસદારને રૂા .૫૦૦૦ / -ઇ - પેમેન્ટ સ્વરૂપે સહાય ચૂકવવામાં આવે છે .
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનામાં કયા કયા પુરાવાઓ જોઇએ
- જાતિનો દાખલો ,
- આવકનો દાખલો ,
- બેંક પાસબુકની નકલ ,
- રેશનકાર્ડ ,
- મરણનો દાખલો ,
- આધારકાર્ડ . .
સાત ફેરા સમૂહ લગ્ન યોજના અહીં ક્લિક કરો
આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અહીં ક્લિક કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના અહીં ક્લિક કરો
ડો આંબેડકર આવાસ યોજના અહીં ક્લિક કરો