Ad Code

Ticker

3/recent/ticker-posts

પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના

પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના સંપૂર્ણ માહિતી
પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના

પ્રિ - મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના કોને લાભ મળે . 

સરકારી / ગ્રા.ઇ.એ . પ્રાથમિક / માધ્યમિક શાળાઓમાં ભણતા ધો -૧ થી ૧૦ ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જુદા - જુદા હેડે શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે . આ યોજનામાં કોઇ આવક મર્યાદા નથી . 

અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ પિતા / વાલીના બાળકોને સરકારી / ખાનગી સંસ્થાઓમાં ભણતા ધો .૧ થી ૧૦ માં ભારત સરકારશ્રીની યોજના અંતર્ગત વાર્ષિક રૂા .૩૦૦૦ / - શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે . આ યોજનામાં આવક મર્યાદા નથી . . 

વધુમાં ભારત સરકારશ્રી તરફથી મળતી શિષ્યવૃત્તિમાં ધો .૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને રૂા .૩૦૦૦ / શિષ્યવૃત્તિ આપવામાં આવે છે . જેમાં આવક મર્યાદા રૂા .૨.૫૦ લાખ છે . તેમજ આ યોજનાઓ ખાનગી શાળામાં પણ મળવાપાત્ર છે . . ધો .૧ થી ૮ ના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય વાર્ષિક રૂા .૬૦૦ / - મળવાપાત્ર છે . આવક મર્યાદા નથી . 

આ પણ વાંચો : કસ્તુરબા ગાંધી વિદ્યલય યોજના

આ પણ વાંચો : વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના

પ્રે મેટ્રિક યોજનાનો લાભ કયાથી મળે . 

નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ ( શહેરી વિસ્તાર માટે ) . જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી , જિલ્લા પંચાયત ( ગ્રામ્ય વિસ્તાર માટે )

કેટલો લાભ મળે પ્રે મેટ્રિક યોજનામાં

આ યોજનામાં ધો .૧ થી ૫ ના વિદ્યાર્થીઓને રૂા .૫૦૦ / 

ધો . ૬ થી ૮ ના કુમારને રૂા .૫૦૦ / તથા કન્યાને રૂા .૭૫૦ / . 

ધો .૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓને રૂ।.૭૫૦ / - સહાય આપવામાં આવે છે . 

નોંધ : આ યોજના ડીજીટલ ગુજરાત પોર્ટલમાં શાળાએ વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી કરી દરખાસ્ત તૈયાર કરી અરજી કરવાની રહે છે .

અહીં પણ વાંચો : ફ્રી સાયકલ યોજના

પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના