પોસ્ટ એસ એસ સી શિષ્યવૃત્તિ યોજના સંપૂર્ણ માહિતી
પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ યોજનાનો કોને લાભ મળે .
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એસ.એસ.સી. પછીના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂા .૨૩૦૦ / - થી રૂા .૧૨૦૦૦ / - સુધીની શિષ્યવૃત્તિ જુદા - જુદા ગ્રુપ A , B , C અને D મુજબ ટ્યુશન ફી તથા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે .
જેમાં કુમાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂા .૨,૫૦,૦૦૦ / - છે તેમજ કન્યાઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂા .૬,૦૦,૦૦૦ / - સુધીની છે . જયારે રૂા . ૬.૦૦ લાખથી વધારે આવક ધરાવતી કન્યાઓને માત્ર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે .
ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત શિષ્યવૃત્તિની અરજી કરવાની રહે છે તેમજ તે અંતર્ગત સીધા જ વિદ્યાર્થીના ખાતામાં ઇ - પેમેન્ટ કરી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય ચૂકવવામાં આવે છે .
એસ એસ સી યોજનામાં કેટલો લાભ મળે
આ શિષ્યવૃત્તિ યોજના લાભ ક્યાંથી મળે
નાયબ નિયામકશ્રી , અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી , રાજકોટ . • સરકારશ્રી દ્વારા વિના ફી એ પ્રવેશ માટે ‘ ફી માફી કાર્ડ ’ આપવાની યોજના અમલમાં છે . • સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા પૂરેપૂરી શિક્ષણ ફી ચૂકવવાપાત્ર છે .
આ પણ વાંચો : પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
આ પણ વાંચો : કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય
એસ એસ સી યોજના માટે કયા કયા પુરાવાઓ જોઇએ .
- જાતિનો દાખલો .
- ફી ની પહોંચ
- આવકનો દાખલો
- બેંક પાસબુકની નકલ .
- તમામ માર્કશીટ •
- આધારકાર્ડ
નોંધ : આ યોજના અંતર્ગત ડીજીટલ ગુજરાત પોર્ટલમાં શાળાએ વિદ્યાર્થીની ડેટા એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે .
આ પણ વાંચો : વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના