Ad Code

Ticker

3/recent/ticker-posts

રાઈટ ટુ એજ્યુકેશન યોજના

રાઈટ ટુ એજ્યુકેશન યોજના સંપૂર્ણ માહિતી
રાઈટ ટુ એજ્યુકેશન યોજના સંપૂર્ણ માહિતી

નબળા અને વંચિત જૂથના બાળકો માટે ખાનગી શાળામાં ૨૫ % વિનામૂલ્યે ધો .૧ માં પ્રવેશ યોજના

રાઈટ ટુ એજ્યુકેશન યોજનાનો લાભ કોને મળે 

અનાથ , સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક , બાલગૃહના બાળકો , બાળમજુર / સ્થળાંતરિત મજુરનું બાળક , મંદબુદ્ધિ / સેરેબલ પાલ્સી , એચઆઇવી અસરગ્રસ્ત બાળક , ફરજ દરમ્યાન શહીદ થયેલ લશ્કરી / અર્ધ લશ્કરી જવાનના બાળક , ૮.૦ થી ૨૦.૦ સ્કોર ધરાવતા બીપીએલ વાલીનાં બાળક , એસ.સી. અને એસ.ટી. કેટેગરીના બાળકો , બક્ષીપંચ અને વિચરતી વિમુક્ત જાતિનાં બાળકો , જનરલ - બિન અનામત બાળકો આમ અગ્રતાક્રમ પ્રમાણે પ્રાથમિકતા આપવામાં આવે છે . 

આ પણ વાંચો : KGBV યોજના

આ પણ વાંચો : વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના

રાઈટ ટુ એજ્યુકેશન યોજના માટે આવક મર્યાદા  ઃ 

ગ્રામ્ય વિસ્તાર : રૂ।.૧,૨૦,૦૦૦ / - , 

શહેરી વિસ્તાર : રૂ।.૧,૫૦,૦૦૦ / 

આ રાઈટ ટુ એજ્યુકેશન માં કેટલો લાભ મળે . 

ઉક્ત યોજના તળે ૫ થી ૭ વર્ષ સુધીના બાળકોને ધોરણ -૧ માં ૨૫ % મુજબ ખાનગી શાળામાં એડમીશન લઇ શકે છે . તથા 

ધો .૮ સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે . . ઉપરાંત પ્રવેશ લેનાર દરેક બાળકને રૂા .૩૦૦૦ / - લેખે ડ્રેસ બુટ પરિવહન માટે સહાય ચૂકવવામાં આવે છે . 

આ પણ વાંચો : ફ્રી સાયકલ યોજના

રાઈટ ટુ એજ્યુકેશન યોજનાનો લાભ ક્યાથી મળે 

ઓનલાઇન અરજી કરવાની રહે છે . દર વર્ષે ઓનલાઇન પ્રવેશની જાહેરાત માર્ચ - એપ્રિલ માસમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે . જેમાં ઓનલાઇન અરજી કરી નજીકના સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવવાની રહે છે . અને ત્યારબાદ ઉપરોક્ત અગ્રતા મુજબ ૬ કિ.મી. સુધીના વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવે છે .

https://yojanaao.blogspot.com/2022/03/Saykalyojana.html