‘ મા ’ અને ‘ મા વાત્સલ્ય ' ‘ આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય ' યોજના
આયુષ્યમન ભારત યોજના લાભ કોને મળે .
મા યોજના રાજ્યના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ( નગરપાલિકા વિસ્તાર , મહાનગરપાલિકા વિસ્તાર અને નોટીફાઇડ એરિયા ) ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ ( મહત્તમ ૫ વ્યક્તિ સુધી ) ને લાગુ પાડવામાં આવી છે . .
મા વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂા . ૪ લાખથી ઓછી આવક અને સિનીયર સિટીઝન માટે રૂા .૬ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારના મહત્તમ ૫ સભ્યોને લાભ મળી શકે .
આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સામાજિક , આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ અંતર્ગત નોંધાયેલ ગ્રામ્ય અને શહેરી વિભાગનાનો સમાવેશ . કુટુંબની વ્યાખ્યામાં કોઇપણ મર્યાદા વગર તમામ સભ્યોને લાભ મળશે .
આયુષ્યમાન ભારત યોજના નો લાભ ક્યાંથી મળે .
આ યોજના હેઠળ સરકારી તેમજ નોંધાયેલ ખાનગી હોસ્પિટલોમાં સંબંધિત સેવાઓ ઉપલબ્ધ હોય તેવી સંસ્થાઓ .
આયુષ્યમાં ભારત યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
આ યોજનાનો લાભ લેવા સૌ પ્રથમ લાભાર્થીનું નામ અને તેમના કુટુંબના સભ્યોના નામ નિયત માપદંડો ધરાવતા સામાજિક , આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ ની યાદીમાં હોવું જરૂરી છે .
લાભાર્થીએ પોતાના આધાર કાર્ડ , ઇ - કાર્ડ , ‘ મા ’ અથવા ‘ મા વાત્સલ્ય ’ કાર્ડમાંથી કોઇપણ એક કાર્ડ અને પોતાનું રાશન કાર્ડ સી.એચ.સી. તેમજ યોજના સાથે સંકળાયેલ હોસ્પિટલે લઇ જવાનું રહેશે . .
સ્વચ્છ ભારત મિશન યોજના : અહીં ક્લિક કરો
હોસ્પિટલ કક્ષાએ પ્રધાનમંત્રી આરોગ્યમિત્રને ઉક્ત દસ્તાવેજ બતાવવાના રહેશે .
લાભાર્થી દ્વારા રજૂ કરેલ દસ્તાવેજોના આધારે પ્રધાનમંત્રી આરોગ્યમિત્ર સંપૂર્ણ ઓળખની ઓનલાઇન ખરાઇ મેળવશે અને ત્યારબાદ ઇ - કાર્ડ આપશે .
ખરાઈ થયા પછી લાભાર્થી યોજના સાથે જોડાયેલ હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકશે .
આયુષ્યમન ભારત યોજના અંતર્ગત સહાય / લાભ
વાર્ષિક રૂા .૫ લાખ સુધીની સારવાર યોજના હેઠળ નોંધાયેલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આરોગ્ય વીમા ક્વચ . .
યોજના હેઠળ પ્રાથમિક , સેકન્ડરી અને ગંભીર બિમારીઓ જેમ કે આંખના રોગો , કાન , નાક અને ગળાના રોગો , સ્ત્રી રોગ , માનસિક રોગો , હૃદયના રોગો , કીડનીના રોગો , મગજના રોગો , ગંભીર ઇજાઓ , નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો , કેન્સર , ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ , કિડની અને લિવરના ટ્રાન્સપ્લાન્ટેશન વગેરે માટે રૂા .૫ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે .