સ્વચ્છ ભારત મિશન યોજના સંપૂર્ણ માહિતી
સ્વચ્છ ભારત મિશન ( ગ્રામિણ ) યોજના લાભ કોને મળે .
વ્યક્તિગત શૌચાલય માટે બી.પી.એલ. લાભાર્થી . .
વ્યક્તિગત શૌચાલય માટે એ.પી.એલ. લાભાર્થીમાં પાંચ કેટેગરીના
( ૧ ) એસ.સી. / એસ.ટી .
( ૨ ) નાના સીમાંત ખેડૂત
( ૩ ) જમીન વિહોણા ખેતમજૂર
( ૪ ) શારીરિક વિકલાંગ
( ૫ ) કુટુંબ મહિલા વડા . .
વ્યક્તિગત શૌચાલય માટે એ.પી.એલ. ( જનરલ ) લાભાર્થી . સામૂહિક શૌચાલય જમીનની સગવડતા ન ધરાવતાં શૌચાલય વિહોણાંની સંયુક્ત ભાગીદારી ધરાવતા કુટુંબોને . . ઘન કચરાના નિકાલ માટે સાધનો પૂરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતાં ગામો માટે લોકભાગીદારીથી કામો કરવામાં આવે છે .
વિદેશ અભ્યાસ માટે યોજના સંપૂર્ણ અહીં વાંચો
સ્વચ્છ ભારત યોજના માં કેટલો લાભ મળે
આ યોજના અંતર્ગત વ્યક્તિગત શૌચાલય માટે બી.પી.એલ. તથા એ.પી.એલ. ( પાંચ કેટેગરી ) રૂ।.૧૨,૦૦૦ / - ની સહાય ,
તેમજ એ.પી.એલ. ( જનરલ ) રૂ।.૮૦૦૦ / સામૂહિક શૌચાલય માટે કુલ રૂા .૨,૦૦,૦૦૦ / - ( લોકફાળો રૂા .૨૦,૦૦૦ / - તથા યોજનાકીય રૂ।.૧,૮૦,૦૦૦ / - સહાય ) .
ઘન કચરા નિકાલ માટે સવચ ભારત મિશન અંતર્ગત સાધનો પૂરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતાં ગામો માટે
( ૧ ) ૧૫૦ કુટુંબ સુધી રૂ।.૭.૦૦ લાખ
( ૨ ) ૩૦૦ કુટુંબ સુધી રૂા .૧૨.૦૦ લાખ
( ૩ ) ૫૦૦ કુટુંબ સુધી રૂા .૧૫.૦૦ લાખ
( ૪ ) ૫૦૦ થી વધુ કુટુંબ રૂા .૨૦.૦૦ લાખ
આયુષ્યમાન કાર્ડ યોજના : અહીં ક્લિક કરો
સ્વચ્છ ભારત યોજનાનો લાભ ક્યાંથી મળે .
તલાટી - કમ - મંત્રીશ્રી , ક્લસ્ટર કો - ઓર્ડીનેટર , બ્લોક કો - ઓર્ડીનેટર , સિવિલ એન્જીનિયર તથા નિર્મળ દૂત દ્વારા અરજી ફોર્મ ભરી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ અરજી પહોંચાડવી . . તાલુકા પંચાયત કચેરી , સ્વચ્છ ભારત મિશન ( ગ્રામિણ ) યોજના શાખા .
રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના અહીં વાંચો
સ્વચ્છ ભારત યોજનામાં કયા કયા પુરાવા/ડોક્યુમેન્ટ જોઇએ
આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / વાહન લાયસન્સ / પાન કાર્ડ / MGNREGA જોબ કાર્ડ / રેશન કાર્ડ / બી.પી.એલ . કાર્ડ ( કોઇપણ એક ) ઘરવેરાની રસીદ .
બેંક પાસબુકની નકલ .
શૌચાલયનો ચાલુ તથા પૂર્ણ કામનો લાભાર્થી સાથેનો ફોટો .