અનુસૂચિતજાતિ પેટા યોજના ફીશ કલેકશન કમ પેટ્રોલીંગ તથા મત્સ્ય પરિવહન માટે વાહન માટે સહાય
● મત્સ્ય પરિવહન વાહન માટે ફીશ કલેકશન બોટ સાથે ૨૦ કિ.ગ્રા. કે તેથી વધુ ક્ષમતા વાળો વજનકાંટો તથા ૫૦૦ કિ.ગ્રા કે તેથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવતા બોક્ષનો સમાવેશ કરવાનો રહેશે.
● મત્સ્ય પરિવહન વાહન માટે અનુસૂચિત જાતિ ના કિસ્સામાં પેટ્રોલીંગ કમ ફીશ કલેકશન બોટની યુનિટ કોસ્ટ રૂ. ૫.૦૦ લાખ રહેશે જેના ઉપર ૭૫ % સહાય નાં ધોરણે રૂ. ૩.૭૫ લાખ અથવા ખરી કિંમત નાં ૭૫% બે માંથી જે ઓછું તે સહાય મળવાપાત્ર રહેશે .
મત્સ્ય પરિવહન વાહન માટે
● મત્સ્ય પરિવહન વાહન માટે ફોર વ્હીલ વાહનની યુનિટ કોસ્ટ રૂ. ૬.૦૦ લાખ રહેશે જેનાં ઉપર ૭૫% સહાય નાં ધોરણે ૪.૫૦ લાખ અથવા ખરીદ કિંમતના ૭૫% બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે.
● મત્સ્ય પરિવહન વાહન માટે થ્રી વ્હીલ વાહનની યુનિટ કોસ્ટ રૂ. ૨.૦૦ લાખ રહેશે જેનાં ઉપર ૭૫% સહાયનાં ધોરણે રૂ. ૧.૫૦ લાખ અથવા ખરીદ કિંમત નાં ૭૫% બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે.
● મત્સ્ય પરિવહન વાહન માટે લાભાર્થી / મંડળીએ બોટ ખરીદવા માટે સંબંધિત જીલ્લા કચેરીએ i-khedut મારફત અરજી કરી સૈદ્ધાંતિક મંજૂરી મેળવ્યા બાદ જ બોટ ખરીદવાની રહેશે.
● મત્સ્ય પરિવહન વાહન માટે મત્સ્ય ઉછેર હેઠળના ૨૦૦ હેક્ટરથી વધુ એફ.આર.એલ. ધરાવતા જળાશયના ઈજારદારને લાભ મળવા પાત્ર છે.
● મત્સ્ય પરિવહન વાહન માટે બોટની ખરીદી ખાતા દ્વારા માન્ય બોટ બિલ્ડિંગ યાર્ડ પાસેથી કરવાની રહેશે.
● મત્સ્ય પરીવહન માટે વાહનની કિંમતમાં વાહનનો વીમો, રોડ ટેક્ષ તથા અન્ય સ્થાનિક કરનો સમાવેશ થશે નહી.