સરદાર પટેલ આવાસ યોજના સંપૂર્ણ માહિતી
ગ્રામ્ય વિસ્તારમાં વસતા ઘર વિહોણા કુટુંબોને પાકું મકાન આપવા માટેની આ સરદાર પટેલ યોજના છે .
આ સરદાર પટેલ યોજનાની શરૂઆત તા.૦૧-૦૪-૧૯૯૭ થી સહાય રૂા .૨૦,૦૦ O | સરકારી સહાય તા.૧૨-૦૮-૨૦૧૦ થી રૂા .૪૫,૦૦૦ | •
પ્રથમ હપ્તો મંજૂરીના હુકમ સાથે એડવાન્સ રૂા.૨૧,૦૦૦ •
બીજો હપ્તો લીટલ લેવલે રૂા.૧૫,૦૦૦ ત્રીજો હપ્તો બાંધકામ પૂર્ણ થયે રૂા.૯,૦૦૦
લાભાર્થીએ પોતાની માલિકીના પ્લોટ પર જાતે મકાન બાંધકામ કરવાનું હોય છે .
બી.પી.એલ યાદીનાં ૦ થી ૧૬ કેટેગરીનાં તમામ ઘર વિહોણા કુટુંબોને વિવિધ આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે .
બી.પી.એલ. યાદીનાં ૧૭ થી ૨૦ ના મોટા ભાગના લાભાર્થીઓને ઝુંબેશ સ્વરૂપે પૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યા છે .
તા.૦૮-૦૮-૨૦૧૩નાં ઠરાવથી ૧૭ થી ૨૦ નાં સ્કોર ધરાવતા બી.પી.એલ લાભાર્થીઓને પણ ઇન્દિરા આવાસ યોજના હેઠળ સમાવાયા .
આ સરદાર આવાસ યોજના હેઠળ પ્લોટ ફાળવણી માટે જમીન સંપાદન કરવાની તેમજ માળખાકીય સુવિધા જેવી કે પીવાનું પાણી , ગટર વ્યવસ્થા , આંતરિક રોડ , વીજળીકરણ જેવી સુવિધાઓ આપવાની પણ જોગવાઇ કરવામાં આવે છે .