Ad Code

Ticker

3/recent/ticker-posts

ઇ - ગ્રામ વિશ્વગ્રામ યોજના

 ઇ - ગ્રામ વિશ્વગ્રામ યોજના વિશે સંપૂર્ણ જાણકારી

રાજ્યની ગ્રામપંચાયતોમાં વર્ષ ૨૦૦૩-૦૪ થી શરૂ કરી માર્ચ -૨૦૦૮ સુધીમાં ૧૩૬૮૫ ગ્રામ પંચાયતોમા કોમ્પ્યુટર હાર્ડવેરની ફાળવણી કરી કોમ્પ્યુટર બ્રોડબેન્ડ , વીસેટ , ઇન્ટરનેટ પાવન નેટવર્ક દ્વારા ઇ - સેવાઓ પુરી પાડવામાં આવી હતી . મહત્વની સેવાઓ જેવી કે , જન્મ અને મરણનો દાખલો , આકારણી , બી.પી.એલ.યાદી , ૭/૧૨ , ૮ અના ઉતારા , કરવેરા ભર્યાની પહોંચ , વીજળી બીલ , જી.એસ.પી.સી.ના ગેસ બીલ , સસ્તા અનાજની કુપનો વિવિધ યોજનાઓ માટેના અરજીપત્રો ફોર્મ્સ તેમજ ધોરણ -૧૦ અને ૧૨ ના રીઝલ્ટ , મોબાઇલ રીચાર્જ વગેરે સેવાઓ પૂરી પાડવામાં આવી રહેલ છે . G2C અને B2C જેવી સેવાઓ દ્વારા ગામડાઓમાં ઘરઆંગણે સેવાઓ પૂરી પાડવાની યોજના સફળ થઈ રહેલ છે . ગામના એન.આર.જી.એન.આર.આઇ. સાથે ઈન્ટરનેટના ઉપયોગથી ગ્રામજનો દ્વારા પ્રસંગોપાત વાતચીત અને સંપર્ક થઇ શકે છે . ઇન્ટરનેટ દ્વારા ખેતી વિષયક , આરોગ્ય વિષયક અને રોજગાર વિષયક માહિતી ગ્રામપંચાયત ખાતે ઉપલબ્ધ છે . 


ગ્રામ પંચાયત ખાતેથી ઇન્ટરનેટ વિડિયો કોન્ફરન્સની સુવિધા છે તથા VOIP ની સગવડને કારણે તમામ ગ્રામ પંચાયતો એકબીજા સાથે વિના મૂલ્યે વાત કરી શકે છે . ● વીસેટ બેન્ડવીથ ૨૨ Mbps થી વધારી ૫૧ Mbps કરવામાં આવી છે . ભારત સરકારના NOFN પ્રોજેક્ટ અંતર્ગત બધા ગામોને કેબલ કનેક્ટીવીટી આપવાની યોજના હાથ ધરાનાર છે . તમામ ૩૩ જિલ્લા પંચાયતો અને ૨૪૮ તાલુકા પંચાયતોનું ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્કથી જોડાણ કરવામાં આવેલું છે . ઇ - ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત રાજ્યના તલાટી કમ મંત્રીઓને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી છે . તેમજ ત્રિસ્તરીય પંચાયતી રાજના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓને પણ તાલીમ આપવામાં આવી છે . પંચાયત વિભાગ અને ૩૩ જિલ્લા પંચાયતની વેબસાઇટ તૈયાર કરી GSWAN પર અપલોડ કરવામાં આવી છે . ઇ - ગ્રામ પંચાયતો ખાતેથી વિવિધ ઇ - સેવાઓ પુરી પાડવા ગ્રામ પંચાયતમાં પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ અનુસાર ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની નિમણૂંક કરવામાં આવેલી છે . ઇ - ગ્રામ સેન્ટરો સતત કાર્યરત રહે તે માટે ટેકનિકલ તેમજ તાલીમ સપોર્ટ પૂરો પાડવા માટે ટેકનિકલ વ્યક્તિઓનો મેન પાવર સપોર્ટ પૂરો પાડવામાં આવેલ છે .

ઇ - ગ્રામ વિશ્વગ્રામ યોજના વિશે સંપૂર્ણ જાણકારી