સંકલિત બાળ વિકાસ યોજના ( આઈ.સી.ડી.એસ. ) , આંગણવાડી કેન્દ્ર
આંગણવાડીના લાભાર્થીઓ
- ૦ થી ૬ માસના બાળકોને
- ૬ માસથી ૩ વર્ષના બાળકોને
- ૩ વર્ષથી ૬ વર્ષના બાળકોને
- ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને તથા
- ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓને .
- સગર્ભા અને ધાત્રી માતાઓને .
આંગણવાડી કેન્દ્ર યોજના માં મળવાપાત્ર લાભઃ
૦ થી ૬ માસના બાળકોની આરોગ્ય તપાસ અને રસીકરણ .
૬ માસથી ૩ વર્ષના બાળકો , ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ તથા ૧૫ થી ૧૮ વર્ષના તમામ કિશોરીઓ , સગર્ભા અને ધાત્રી માતાઓને ઘરે લઇ જવા માટે ટી.એચ.આર. ( ટેક હોમ રેશન - ઘરે લઇ જવા માટે પેકેટ , બાળકો માટે બાળ શક્તિના અમુલ ટી.એચ.આર.ના પેકેટ , કિશોરીઓ માટે પૂર્ણ શક્તિના અમુલ ટી.એચ.આર.ના પેકેટ અને સગર્ભા અને ધાત્રી માતાઓ માટે માતૃ શક્તિના અમુલ ટી.એચ.આર.ના પેકેટ ) આપવામાં આવે છે .
૩ વર્ષથી ૬ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્ર પર અઠવાડિયામાં બે દિવસ સોમવાર અને ગુરુવારે સીઝનેબલ ફળ આપવામાં આવે છે .
૦ થી ૫ વર્ષના બાળકોનું ઉંમર પ્રમાણે વજન કરી વૃદ્ધિ આલેખ પર વજન કરી પોષણ સ્તર તપાસવાની કામગીરી .
૩ વર્ષથી ૫ વર્ષના કુપોષિત બાળકોને ત્રીજા ભોજન તરીકે લાડું ( ઘરે લઇ જવા માટે ) આપવામાં આવે છે .
૩ થી ૬ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્ર પર અપાતા સવારના ગરમ નાસ્તા માટેનું દરરોજનું મેનુ દિવસ પ્રમાણે નીચે મુજબ છે . ( વાનગી માટે કાચી સામગ્રી ૫૦-૬૦ ગ્રામ )