કિશાન માનધન યોજના સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માં કેટલું કરવું પડશે રોકાણ
સરકારની આ યોજનામાં ખેડૂતો તેમની ઉંમર પ્રમાણે રોકાણ કરી શકે છે. આ માટે સરકારે કેટલાક માપદંડો પણ નક્કી કર્યા છે, જે આ નીચે મુજબ છે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માં ૧૮ વર્ષની ઉંમરના ખેડૂત ભાઈઓએ દર મહિને ૨૨ રૂપિયા જમા કરાવવાના હોય છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માં ૩૦ વર્ષની ઉંમર બાદ ખેડૂતોએ આ રકમ વધારવી પડશે અને ૧૧૦ રૂપિયા જમા કરાવવા પડશે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માં ૪૦ વર્ષની ઉંમર પછી ખેડૂતોએ ૨૦૦ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે.
જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમારે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને સંપર્ક કરવો પડશે. જ્યાંથી તમે સરળતાથી અરજી કરી શકો છો. આ સિવાય ખેડૂતો ઘરે બેઠા પીએમ કિસાન માનધન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ ઓનલાઈન અરજી કરી શકે છે.
2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત આ સ્કીમ સાથે જોડાઈ શકે છે. અત્યાર સુધી આ સ્કીમ સાથે 13.7 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શું છે?
આ યોજનાની શરૂઆત 9 ઓગસ્ટના રોજ થઇ હતી. તે અંતર્ગત વાર્ષિક 60 લાખ સુધીની આવક ધરાવતા ખેડૂતોને માસિક 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. ખેડૂતનું મૃત્યુ થાય તો આ યોજના અંતર્ગત તેની પત્નીને માસિક 1500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
કિશાન માનધન યોજના માં કઇ રીતે રજિસ્ટ્રેશન કરાવશો?
આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા સરળ છે. જે ખેડૂત આ યોજનાનો લાભ લેવા માગે તેણે પોતાનું આધાર કાર્ડ અને બેંકની પાસબુક લઈને નજીકના કોમન સર્વિસ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
કોમન સર્વિસ સેન્ટરનું સંચાલન કરતા અધિકારી ખેડૂતની જાણકારી લઈને ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરશે. યોજનાની માન્યતા માટેની પ્રક્રિયા પૂરી થયા બાદ રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને સૂચના આપવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોનું પેન્શન કાર્ડ યુનિક પેન્શન અકાઉન્ટ નંબર સાથે જનરેટ થઇ જશે.
કિશાન માનધન યોજનામાં કોને ફાયદો થશે?
વર્ષ 2019-20નાં બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી ખેડુતોને માસિક 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
આ યોજના હેઠળ દેશભરમાં 2 હેક્ટર સુધીનું ખેતર ધરાવતા તમામ નાના અને સીમાંત ખેડૂતોને પેન્શન મળશે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માં 18થી 40 વર્ષ સુધીની ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં ખેડૂતોની ઉંમર પ્રમાણે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનો માસિક હપતો ભરવાનો રહેશે. હપ્તાની રકમ જેટલું જ યોગદાન સરકાર ઉમેરશે.
10,774 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી
કિસાન મનધન યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હશે. આ યોજના હેઠળ અરજી કરનારા ખેડુતોને 60 વર્ષની વય પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે.
કેન્દ્ર સરકારે કિસાન માનધન યોજનાના આગામી ત્રણ વર્ષ માટે 10,774 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તમામ નાના અને સીમાંત ખેડુતોને યોજનાનો લાભ મળશે.