Ticker

3/recent/ticker-posts

ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની યોજના

 ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના


●સોલાર પાવર કીટ ખરીદીમાં નાણાંકીય સહાય યોજનામાં આઇ- ખેડુત પોર્ટલ પર જિલ્લા વાર લક્ષાંક મુજબ અરજીઓ મળતા નીચે મુજબના જિલ્લાઓમાં અરજીઓ સ્વીકારવાનુ બંધ કરેલ છે.

સોલાર પાવર કીટ


 ૧. બનાસકાંઠા 

૨. ભાવનગર 

૩. અમરેલી 

૪.જામનગર 

૫.જુનાગઢ 

૬. ગીર સોમનાથ 

૭. મોરબી 

૮. રાજકોટ 

૯. સુરેંદ્રનગર 

૧૦. બોટાદ 

૧૧. છોટાઉદેપુર 

૧૨. નર્મદા 

૧૩. પોંરબંદર 

૧૪. સાબરકાઠા 

૧૫. ડાંગ 

૧૬. પાટણ 

૧૭. ભરુચ 

૧૮. દાહોદ 

૧૯. કચ્છ 

૨૦. અરવલ્લી 

૨૧. દેવભુમી દ્વારકા 

૨૨. પંચમહાલ 

૨૩. મહિસાગર 

૨૪. વડોદરા 

૨૫. સુરત

● આ મુજબના જિલ્લાઓમાં અત્યારે અરજીઓ સ્વીકારવાનુ બંધ કરેલ છે.

● કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ. 

● સોલાર પાવર કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. 

● સોલાર પાવર કીટ ખરીદી માટે ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે. 

● સોલાર પાવર કીટ ખરીદીમાં નાણાંકીય સહાય યોજના માં લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. 

● સોલાર પાવર કીટ ખરીદીમાં નાણાંકીય સહાય યોજના માં   ૧૦ વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.