અનુસુચિત જાતિની વસાહતમાં પાકા રોડ, સ્ટ્રીટ લાઇટ તથા સોલર લાઇટની સુવિધા પુરી પાડવી .
●અનુસુચિત જાતિની વસાહતમાં પાકારોડ, સ્ટ્રીટ લાઇટ તથા સોલાર લાઇટની સુવિધા સરકારશ્રી દ્વારા પુરી પાડવામાં આવેલ નથી તેનું એન.ઓ.સી રજૂ કરવાનું રહેશે.
● અરજદાર અનુ.જાતિની મંડળીના સભાસદો સક્રિય માછીમાર છે તેનું પ્રમાણપત્ર આ યોજના તળે રજૂ કરવાનું રહેશે.
● અનુસુચિત જાતિની વસાહતમાં પાકારોડ,સ્ટ્રીટ લાઇટ તથા સોલાર લાઇટ નિભાવવાની તમામ જવાબદારી સ્થાનિક સ્વરાજની જે તે સંસ્થા/મંડળીની રહેશે.
●અનુસુચિત જાતિની વસાહતમાં પાકા રોડ, સ્ટ્રીટ લાઇટ તથા સોલર લાઇટની સુવિધાની યોજના તળેની તમામ શરતો બોલીઓની પરિપૂર્ણતાને ધ્યાને લઈ જિલ્લા અધિકારીશ્રીએ સૈદ્ધાતિંક મંજુરી આપવાની રહેશે.
●મત્સ્યોદ્યોગ ખાતા મારફતે ઉભી સક્રિય અનુ.જાતિની મંડળીની વસાહતને જ ૧૦૦% સહાય આપવામાં આવશે.