Ad Code

Ticker

3/recent/ticker-posts

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના ( અકસ્માત વિમો )

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના ( અકસ્માત વિમો ) સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના

પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજનાનો લાભ કોને મળે 

દરેક બચત ખાતા ધારકો કે જેમની ઉંમર ૧૮ વર્ષથી ૭૦ વર્ષ સુધીની હોય તે વ્યક્તિ આ યોજનામાં જોડાઇ શકે છે . 

વાર્ષિક પ્રીમિયમ રૂ।.૧૨ ( રૂપિયા બાર ) ઓટો ડેબીટ સીસ્ટમથી પ્રીમિયમની ભરપાઇ થાય . 

એક જ વખત ફોર્મ ભરવાનું . . . 

પ્રધાનમંત્રી સુરક્ષા વિમાનો લાભ ક્યાંથી મળે 

જાહેર ક્ષેત્રની બેંકો , ખાનગી બેંકો , સહકારી બેંકો તેમજ ગ્રામિણ બેંકોમાંથી મળે .

પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજનામાં કેટલો લાભ મળે 

અકસ્માતે મૃત્યુના સંજોગોમાં વારસદારને રૂા .૨.૦૦ લાખ ( રૂપિયા બે લાખ ) નું વળતર મળે . 

શરીરના અગત્યના અંગો પૈકી કોઇ એક અંગને કાયમી ધોરણે નુકશાન થાય તો ૫૦ % રકમ એટલે કે રૂા .૧,૦૦ લાખ ( એક લાખ ) નું વળતર મળે . એટલે કે અકસ્માતના કારણે એક હાથ અથવા એક પગ અથવા એક આંખ કાયમી જતી રહે તેવા કેસમાં રૂપિયા એક લાખનું વળતર મળે . . 

પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજનાની શરતો 

આ યોજનામાં ઓટો ડેબીટ સીસ્ટમ હોવાથી ડેબીટના સમયે ખાતામાં બેલેન્સ હોવું જરૂરી છે . ( સામાન્ય રીતે મે માસના છેલ્લા વીકમાં ઓટો ડેબીટ થાય છે ) . • યોજનાની મુદત ૧ જૂનથી ૩૧ મે .

સુરક્ષા વીમા યોજનામાં કયા કયા પુરાવા જોઇએ 

ફક્ત બેંક ખાતાની ( બચત ખાતાની ) પાસબુક . . 

પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાનો કલેઇમ કરવા માટે શું જોઇએ ? 

આકસ્મિક મોતની સામે જ રક્ષણ મળતું હોવાથી પોલીસ એફ.આઇ.આર. ( FI.R. ) ની નકલ . 

પંચનામાની નકલ . .  

પોસ્ટમોર્ટમ રીપોર્ટની નકલ . 

મરણનોંધનો દાખલો . 

વારસદારનું ફોટો ઓળખકાર્ડ તેમજ રહેઠાણનો પુરાવો . 

આંશિક નુકશાન અર્થાત એક પગ , એક હાથ અથવા એક આંખનું સંપૂર્ણ નુકશાનના કેસમાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂરી છે .