ઉધરસ મટાડવા માટે ના સરળ ઉપાયો
( ૧ ) મરીનું ચુર્ણ નાખી ઉકાળેલું દુધ પીવાથી ઉધરસ મટે છે .
( ૨ ) ૧/૨ ગ્રામ મરીનું ચુર્ણ , ૩ ગ્રામ મધ અને સાકર ચાટવાથી ઉધરસ મટે છે .
( ૩ ) મરીનું બારીક ચુર્ણ ઘી , મધ અને સાકર મેળવી ચાટવાથી બધી જાતની ખાંસી મટે છે .
( ૪ ) ૧/૨ ગ્રામ રાઈ , ૧/૪ ગ્રામ સીંધવ અને ૨ ગ્રામ સાકર મેળવી સવાર - સાંજ લેવાથી ઉધરસમાં કફ ગાઢો થયો હોય તો પાતળો થઈ સરળતાથી બહાર નીકળે છે .
( ૫ ) આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે .
( ૬ ) આદુનો રસ , લીંબુનો રસ અને મધ સરખે ભાગે લઈ પીપર નાખી દીવસમાં બે - ત્રણ વાર પીવાથી ઉધરસ મટે છે .
( ૭ ) આદુનો રસ , લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી ઉધરસ મટે છે .
( ૯ ) ગંઠોડા , સુંઠ અને બહેડાદળનું ચુર્ણ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે .
( ૧૦ ) લવીંગને મોંમા રાખી રસ ચુસવાથી કંટાળાજનક ખાંસી મટે છે .
( ૧૧ ) લવીંગ દીવા ૫૨ શેકી મોંમાં રાખવાથી ખાંસી , શરદી , અને ગળાનો સોજો મટે છે .
( ૧૨ ) દાડમના ફળની છાલનો ટુકડો મોમાં રાખી તેનો રસ ચુસવાથી ખાંસી મટે છે .
( ૧૩ ) દાડમના ફળની સુકી છાલને બારીક ખાંડી વસ્ત્રગાળ ક ૨ી ૫ ગ્રામ ચુર્ણમાં સહેજ કપુર મેળવી દીવસમાં બે વાર પાણી સાથે લેવાથી ભયંકર ત્રાસ આપનારી ખાંસી મટે છે .
( ૧૪ ) દ્રાક્ષ , પીત્તપાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવાથી ઉધરસ મટે છે .
( ૧૫ ) ફુદીનાનો રસ પીવાથી ઉધરસ , ઉલટી , અતીસાર અને કૉલેરામાં ફાયદો થાય છે ; વાયુ અને કૃમી પણ મટે છે .
( ૧૬ ) બાજરીના લોટમાં હળદર મેળવી , રાત્રે ફાકી લઈ પાણી પીધા વીના સુઈ જવાથી ઉધરસ મટે છે .
( ૧૭ ) રાત્રે થોડા શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગ ૨ સુઈ જવાથી ઉધરસ મટે છે .
( ૧૮ ) લસણ , ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી , ચાટણ કરી , તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ઉધરસ મટે છે .
( ૧૯ ) ભોયરીંગણીનો રસ પીવાથી ઉધરસ મટે છે .
( ૨૦ ) ૫ ગ્રામ જેટલું મધ દીવસમાં ચાર વાર પીવાથી કફ છુટો પડે છે અને ઉધરસ મટે છે .