કમળો મટાડવા માટેના ઘરેલું ઉપાયો
( ૧ ) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો . એને કપડાથી ગાળી રસથી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું . એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકાવાથી 905 જાંબુદ્રવ તૈયાર થાય છે . જાંબુદ્રવ આંતરે દીવસે સવારે કેટલાક દીવસ સુધી પીવાથી કમળો મટે છે .
( ૨ ) એરંડાના પાનની દાંડી દહીંમાં વાટી ત્રણથી સાત દીવસ લેવાથી કમળાના રોગીમાં સ્ફુર્તી આવે છે .
( ૩ ) ગાયની તાજી છાસમાં કે ૧૦૦ ગ્રામ મઠામાં પ ગ્રામ હળદર નાખી સવાર - સાંજ લેવાથી એક અઠવાડીયામાં કમળો મટે છે .
( ૪ ) હળદરનું ચુર્ણ ૧૦ ગ્રામ અને દહીં ૪૦ ગ્રામનું સેવન કરવાથી કમળો મટે છે .
( ૫ ) ધોળી ડુગળી , ગોળ અને હળદર મેળવી સવાર સાંજ ખાવાથી કમળો મટે છે .
( ૬ ) પાકાં કેળાં મધમાં ખાવાથી કમળો મટે છે .
( ૭ ) સુંઠ અને ગોળ અથવા આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે .
( ૮ ) હીંગને ઉંબરાનાં સુકાં ફળ ( ઉંમરાં ) સાથે ખરલ કરીને ખાવાથી કમળો મટે છે .
( ૯ ) ગળો કમળાનું સૌથી શ્રેષ્ઠ ઔષધ છે . બજારમાં મળતો ગળોનો પાઉડર અથવા ગળોની તાજી વેલનો રસ લેવાથી કમળો સારો થાય છે . કમળાની તબીબી સારવાર સાથે પણ એ લઈ શકાય .
( ૧૦ ) કમળો થયો હોય તો સવારે નરણે કોઠે કારેલાનો રસ લેવો . ઉપરાંત દુધી , ગાજર , બીટ , કાકડી અને સફરજનનો મીશ્ર રસ લેવો . પપૈયા , લીલી હળદર , લીલી દ્રાક્ષ સંતરા અને મોસંબીનો રસ પણ લઈ શકાય . શેરડી ચુસીને ખાવી . ચરબી રહીત ખોરાક લેવો . મદ્યપાનનો ત્યાગ કરવો .
( ૧૧ ) કુંવારપાઠાના ગુંદા ઉપર સહેજ હળદર ભભરાવી ખાવાથી કમળો મટે છે . અન્ય ચીકીત્સા સાથે પણ આ કરી શકાય .
( ૧૨ ) મધ નાખી ગાજરનો રસ પીવાથી કમળો મટે છે .
( ૧૩ ) રાત્રે ઝાકળમાં શેરડી રાખી સવારે ખાવાથી કમળો મટે છે .
( ૧૪ ) લીંબુની ચીર ઉપર ખાવાનો સોડા નાખી સવારની પહોરમાં ચુસવાથી કમળો મટે છે .
( ૧૫ ) ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવી વહેલી સવારે નરણે કોઠે લેવાથી ત્રણ દીવસમાં કમળો મટે છે .
( ૧૬ ) ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલ અશક્તી અને લોહીની ઓછપ દુર થાય છે .
( ૧૭ ) આરોગ્યવર્ધીનીવટી અને પુનર્નવા મંડુરનું નીયમીત સેવન કરવાથી કમળો મટે છે , અશક્તી દુર થાય છે અને નવું લોહી આવે છે .
( ૧૮ ) દરરોજ તાજા મુળા , કંદમુળ અને મુળાની ભાજીનું શાક ખાવાથી તથા શેરડી ચાવી ચાવીને ખાવાથી કમળો મટે છે . મુળા કમળામાં ઔષધ સમાન છે .
( ૧૯ ) કાચા પપૈયાનું શાક મીઠું ( નમક ) કે બીજો કોઈ પણ મસાલો નાખ્યા સીવાય ખાવાથી તથા ખાઈ શકાય તેટલું પાકું પપૈયું ખાવાથી કમળો મટે છે . કમળાની અન્ય સારવાર સાથે પણ આ પ્રયોગ કરી શકાય .
( ૨૦ ) લીમડાનો રસ મધ સાથે પીવાથી કમળો મટે છે .
( ૨૧ ) ત્રીફળાનો , દારુહળદરનો , કડવા લીમડાનો અથવા ગળોનો બે ચમચી સ્વરસ બે ચમચી મધ સાથે સવાર - સાંજ પીવાથી ઉગ્ર સ્વરુપનો કમળો પણ મટી જાય છે . કરોળીયો કાળી માટી ચોખ્ખી કરી , છાસમાં પલાળી કરોળીયા પર લેપ કરવાથી કરોળીયા ઓછા થતા જઈ નાબુદ થાય છે .