Ad Code

Ticker

3/recent/ticker-posts

કબજીયાત મટાડવા માટેના 50 ઘરેલું ટીપ્સ

કબજીયાત મટાડવા માટેના ઉપાયો 

( ૧ ) ૧ ગ્રામ તજ અને ૫ ગ્રામ હરડેનું ચુર્ણ ૧૦૦ મી.લી. હુંફાળા પાણીમાં રાત્રે પીવાથી સવારે ખુલાસાથી ઝાડો થઈ કબજીયાત મટે છે . 

( ૨ ) ૩૦-૪૦ ગ્રામ કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે મસળી , ગાળી થોડા દીવસ પીવાથી કબજીયાત મટે છે . 

( ૩ ) સીંધવ અને મરી બારીક વાટી દ્રાક્ષને લગાડી રાત્રે એક એક દ્રાક્ષ ખુબ ચાવીને ખાવાથી ઝાડાની શુદ્ધી થઈ કબજીયાત મટે છે . 

( ૪ ) આદુનો ૧૦ ગ્રામ રસ અને લીંબુના ૧૦ ગ્રામ રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી કબજીયાત મટે છે . 

( ૫ ) આદુનો રસ , લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી કબજીયાત મટે છે . 

( ૬ ) આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી , ગાળી , ઉકાળી , અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી , તેમાં બમણી સાકરની ચાસણી મેળવી , શરબત બનાવી ૨૦ થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી કબજીયાત મટે છે .

( ૭ ) એક ગ્લાસ ઠંડા પાણીમાં લીંબુનો રસ પ્રાત : કાળે પીવાથી કબજીયાતમાં ફાયદો થાય છે . અથવા રાત્રે સુતાં પહેલાં પણ પી શકાય . 

( ૮ ) ૧૦ ગ્રામ લીંબુનો રસ અને ૧૦ ગ્રામ ખાંડ ૧૦૦ મી.લી. પાણીમાં એકાદ માસ સુધી દરરોજ રાત્રે પીવાથી જીર્ણ કબજીયાત મટે છે . 

( ૯ ) એક ગ્લાસ સહેજ ગરમ પાણીમાં ૧-૧ ચમચી લીંબુ અને આદુનો રસ તથા ૨ ચમચી મધ મેળવી પીવાથી અજીર્ણ અને કબજીયાત મટે છે . 

( ૧૦ ) સવારમાં વહેલા ઉઠી થોડું ગરમ પાણી પીવાથી દસ્ત સાફ આવે છે અને કબજીયાત દુર થાય છે . 

( ૧૧ ) એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે . 

( ૧૨ ) એક સુકું અંજીર અને ૫-૧૦ બદામ દુધમાં નાખી ઉકાળી , તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી કબજીયાત મટે છે . 

( ૧૩ ) રાત્રે સુતી વખતે ૩-૪ અંજીર ખુબ ચાવીને ખાઈ ઉપર એકાદ કપ હુંફાળું દુધ પીવાથી કબજીયાત મટે છે . 

( ૧૪ ) રાત્રે પાણીમાં ખજુર પલાળી , સવારે મસળી , ગાળીને પીવાથી રેચ લાગીને મળશુદ્ધી થાય છે . 

( ૧૫ ) ખજુરની ચાર - પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી , સવારે મસળી તેમાં મધ નાખી સાત દીવસ સુધી પીવાથી કબજીયાત મટે છે .

( ૧૬ ) કાળી દ્રાક્ષ કે લીલી દ્રાક્ષ સાથે ૨૦-૩૦ ગ્રામ કાજુ ખાવાથી અજીર્ણ કે ગરમીથી થયેલી કબજીયાત મટે છે . 

( ૧૭ ) જામફળનું શાક બનાવી ખાવાથી કબજીયાત મટે છે . 

( ૧૮ ) જામફળનું થોડા દીવસ સુધી નીયમીત સેવન કરવાથી ત્રણ - ચાર દીવસમાં જ મળશુદ્ધી થવા માંડે છે અને કબજીયાત મટે છે . કબજીયાતને લીધે થતો માથાનો દુ : ખાવો અને નેત્ર - શુળ પણ એનાથી મટે છે . 

( ૧૯ ) પાકાં ટામેટાં ભોજન પહેલાં છાલ સહીત ખાવાથી અને રાત્રે સુતાં પહેલાં નીયમીત ખાવાથી ધીમે ધીમે કબજીયાત કાયમ માટે દુર થાય છે . 

( ૨૦ ) પાકાં ટામેટાંનો એક પ્યાલો રસ કે સુપ દરરોજ પીવાથી આંતરડાંમાં જામેલો સુકો મળ છૂટો પડે છે અને જુના વખતની કબજીયાત દુર થાય છે . 

( ૨૧ ) રાત્રે પાકાં કેળાં ખાવાથી કબજીયાત મટે છે . જુલાબ કે રેચ લેવાની જરુર રહેતી નથી . 

( ૨૨ ) મેથીનું ૩-૩ ગ્રામ ચુર્ણ સવાર - સાંજ ગોળમાં કે પાણીમાં લેવાથી કબજીયાત મટે છે . 

( ૨૩ ) મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી કબજીયાત મટે છે . 

( ૨૪ ) રાત્રે સુતી વખતે એક - બે નારંગી ખાવાથી કબજીયાત મટે છે . નારંગીનો રસ જુની કબજીયાતને પણ દુર કરી શકે છે .

( ૨૫ ) સવારે એક પ્યાલો ઠંડા કે સહેજ ગરમ પાણીમાં અને રાત્રે દુધમાં એક ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે . 

( ૨૬ ) સુંઠ , મરી , પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું . એને પંચામૃત ચાટણ કહે છે . આ ચાટણ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર - સાંજ ચાટવાથી કબજીયાત મટે છે . 

( ૨૭ ) દ્રાક્ષ , પીત્તપાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીજવી રાખી ગાળીને પીવાથી કબજીયાત મટે છે . 

( ૨૮ ) હુંફાળા ગરમ પાણીમાં ૧ થી દોઢ ગ્રામ મીઠું મેળવી રોજ રાત્રે પીવાથી આંતરડાં સાફ થઈ કબજીયાત મટે છે .  

( ૨૯ ) શરીરમાં ખોટી ગરમીને કારણે ઝાડામાં રહેલ પ્રવાહી જળ શોષાઈ જતાં ઝાડાની કબજીયાત થાય છે . જેમને બેત્રણ દીવસે માંડ થોડો કઠણ ઝાડો થતો હોય તેમણે રાત્રે સુતાં વધુ પાણી પીવું . વહેલી સવારે ઉઠીને ઠંડુ પાણી વધુ પીવું . તેથી ગરમીના દોષથી થયેલ કબજીયાત દુર થશે . તે રીતે ઝાડો ન જ થાય તો ડુશકેનમાં સાધારણ નવશેકું પાણી ભરવું . તેમાં સાબુનું થોડું પ્રવાહી તથા ગ્લીસરીન ૩૦ ગ્રામ ઉમેરવું . તે પાણીથી ઍનીમા લેવાથી ઝાડો તરત જ થઈ જાય છે . કફદોષથી થતી કબજીયાતમાં સવારે ગરમ પાણી પીવું . 

( ૩૦ ) રોજ રાત્રે એક ચમચો દીવેલ દુધમાં પીવું . થોડા દીવસ આ પ્રયોગ ક ૨ વાથી કબજીયાત દુર થાય છે .

( ૩૧ ) અધકચરી શેકેલી વરીયાળી દરરોજ જમ્યા બાદ બંને સમય ૧-૧ મોટો ચમચો ભરી ખુબ ચાવી ચાવીને દરરોજ નીયમીત ખાવાથી વગર દવાએ કબજીયાત મટી જાય છે . 

( ૩૨ ) કબજીયાાતમાં આખાં ફળ અને શાકભાજીનું સેવન રસાહાર જેટલું જ લાભદાયી છે . પાલખ અને ગાજરનો રસ અથવા બટાટા , કાકડી અને સફરજનનો મીશ્ર રસ લેવો . અંજીર , બીલીફળ , જમરુખ અને સંતરાનો રસ પણ લઈ શકાય . 

( ૩૩ ) રાત્રે તાંબાના લોટામાં સવા લીટર પાણી ભરી રાખી સવારે સુર્યોદય પહેલાં દાતણ કર્યા વીના પીવાથી કદી કબજીયાત થતી નથી . 

( ૩૪ ) રાત્રે ત્રીફળાનું ચુર્ણ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે .  

( ૩૫ ) ૪૦-૫૦ ગ્રામ કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી , સવારે મસળી ગાળીને થોડા દીવસ પીવાથી કબજીયાત મટે છે . 

( ૩૬ ) ચાળ્યા વગરનો લોટ , ખુબ પાકું પપૈયું અને ભોજન પછી છાસનું સેવન કરવાથી કબજીયાત મટે 

( ૩૭ ) અજમો અને બીડલવણ મઠામાં નાખી પીવાથી કબજીયાત મટે છે . 

( ૩૮ ) ગમે તેવી જુની કબજીયાત પણ ૧-૧ ચમચી હરડેનો પાઉડર સવાર - સાંજ હુંફાળા દુધ સાથે લેવાથી મટે છે . 

( ૩૯ ) પાન સહીત આખો કાચો મુળો નીયમીત ખાવાથી ગમે તેવી જુની કબજીયાત પણ મટે છે .

( ૪૦ ) કબજીયાત બધા રોગોનું મુળ છે . આથી પેટને હંમેશાં સાફ રાખવું જોઈએ . રાત્રે ખુબ મોડા કંઈ ખાવું નહીં તથા ભોજન પછી બે કલાક સુધી સુવું નહીં . 

( ૪૧ ) રાતે સફરજન ખાવાથી જીર્ણ મળાવરોધ તથા ઘડપણનો મળાવરોધ મટે છે . 

( ૪૨ ) બી કાઢેલી દ્રાક્ષ ૨૦ ગ્રામ ખાઈને ઉ ૫૨ ૨૫૦ મી.લી. દુધ પીવાથી મળશુદ્ધી થાય છે . 

( ૪૩ ) ખુબ જુની ખાટી આમલીનું શરબત દીવસમાં ચાર વખત દર ચાર કલાકને અંતરે લેવાથી જુની કબજીયાત મટે છે . જેમને આમલી અનુકુળ આવતી ન હોય તેમને માટે આ પ્રયોગ કામનો નથી . 

( ૪૪ ) કબજીયાત હોય તો વહેલા ઉઠી , લોટો ભરી પાણી પીને સવારે ફરવા જવું . લીંબુનું શરબત પીવું . 897 તેમાં ખાંડને બદલે મીઠું નાખવું . વાલ , વટાણા , ચોળા , ચણા , અડદ જેવો વાતવર્ધક ખોરાક લેવો નહીં . તાંદળજાની ભાજી ઘણી સારી . 

( ૪૫ ) ગરમ દુધમાં થોડું માખણ અથવા ઘી નાખી પીવાથી કબજીયાતના દર્દીને પેટ સાફ જલદી આવે છે . આ ઉપાય વારંવાર કરવાથી વજન અને કૉલેસ્ટરોલ બંને વધી જવાનો ભય છે . 

( ૪૬ ) મીંઢી આવળ , આમળાં અને હરડેનું સમાન ભાગે બનાવેલા બારીક ચુર્ણને શુદ્ધી ચુર્ણ કહે છે . કબજીયાતથી મંદાગ્ની , અરુચી , આફરો , મસા વગેરે થાય છે . એમાં તથા આંતરડાં શીથીલ થઈ ગયાં હોય તો શુદ્ધી ચુર્ણ પોતાની પ્રકૃતીને અનુકુળ પડે એ માત્રામાં એકથી બે ચમચી જેટલું રાત્રે સુતી વખતે પાણી સાથે લેવું . ચુર્ણ ઔષધ બે મહીના પછી પોતાના ગુણ ગુમાવે છે , આથી ચુર્ણ ઘરે બનાવી ઉપયોગ કરવો અને બે મહીના પછી નવું ચુર્ણ બનાવી લેવું . 

( ૪૭ ) નાળીયેરનું પાણી પીવાથી કબજીયાત મટે છે . ( ૪૮ ) નમકયુક્ત પાણીમાં ૨૪ કલાક ડુબાડીને પછી સુકવેલી એક હરડે હંમેશાં મોંમાં મુકી રાખવાથી કોઈ પણ પ્રકારની કબજીયાત મટે છે . 

( ૪૯ ) પાલકની ભાજીના રસમાં લીંબુનો રસ અને જીરુ નાખી પીવાથી કબજીયાત મટે છે . 

( ૫૦ ) એક કપ ગરમ પાણીમાં અડધા લીંબુનો અને નારંગીનો રસ મધ નાખી પીવાથી કબજીયાત મટે છે . 

( ૫૧ ) સવારના પહોરમાં એક ગ્લાસ પાણી પીવાથી પેટ સાફ આવે છે .

કબજીયાત મટાડવા માટેના ઉપાયો  ( ૧ ) ૧ ગ્રામ તજ અને ૫ ગ્રામ હરડેનું ચુર્ણ ૧૦૦ મી.લી. હુંફાળા પાણીમાં રાત્રે પીવાથી સવારે ખુલાસાથી ઝાડો થઈ કબજીયાત મટે છે .   ( ૨ ) ૩૦-૪૦ ગ્રામ કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે મસળી , ગાળી થોડા દીવસ પીવાથી કબજીયાત મટે છે .