Ad Code

Ticker

3/recent/ticker-posts

કફ મટાડવા માટેના ઘરેલું ૪૦ ઉપચાર

 કફ મટાડવા માટેના ઘરેલું ઉપચાર 

( ૧ ) ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨૦૦ ગ્રામ ઘીમાં શેકવી . શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો . આ અવલેહ સવાર - સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી કફવૃદ્ધી મટે છે . પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે . 

( ૨ ) ૧૦-૧૫ ગ્રામ આદુના રસમાં મધ મેળવી પીવાથી કંઠમાં રહેલો કફ છુટો પડે છે અને વાયુ મટે છે . એનાથી હદયરોગ , આફરો અને શુળમાં પણ ફાયદો થાય છે , ખોરાક પ્રત્યે રુચી ઉત્પન્ન થાય છે અને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે . 

( ૩ ) આદુનો રસ , લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી કફ મટે છે . 

( ૪ ) છાતીમાં કફ સુકાઈને ચોંટી જાય , વારંવાર વેગપૂર્વક ખાંસી આવે ત્યારે સુકાયેલો કફ કાઢવા માટે છાતી પર તેલ ચોપડી મીઠાની પોટલી તપાવી શેક કરવો . 

( ૫ ) ડુંગળીના કકડા કરી ઉકાળો કરી પીવાથી કફ દુર થાય છે . 

( ૬ ) પાકી સોપારી ખાવાથી કફ મટે છે . 

( ૭ ) ફુદીનાનો તાજો રસ અથવા અર્ક કફ દુર કરે છે . 

( ૮ ) બેથી ચાર સુકાં અંજીર સવારે અને સાંજે દુધમાં ગરમ કરી ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે . 

( ૯ ) રાત્રે સુતી વખતે ૩૦-૪૦ ગ્રામ ચણા ખાઈ ઉપર ૧૦૦-૧૨૫ ગ્રામ દુધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે . 

( ૧૦ ) વેંગણ કફ મટાડે છે .

( ૧૧ ) સુંઠ , મરી , પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું . એને પંચામૃત ચાટણ કહે છે . એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર - સાંજ ચાટવાથી કફ મટે છે . 

( ૧૨ ) કફ હોય તો પાણી થોડું ગરમ હોય તેવું પીવું . 

( ૧૩ ) વાટેલી રાઈ એકાદ નાની ચમચી સવાર સાંજ પાણીમાં લેવાથી કફ મટે છે . નાના બાળકોમાં પણ કફનું પ્રમાણ વધી જાય તો રાઈ આપી શકાય , પરંતુ એ ગરમ હોવાથી એનું પ્રમાણ બહુ ઓછું રાખવું . 

( ૧૪ ) એલચી , સીંધવ , ઘી અને મધ એકત્ર કરી ચાટવાથી કફરોગ મટે છે . 

( ૧૫ ) છાતીમાં જમા થયેલો કફ કેમેય કરી બહાર નીકળતો ન હોય અને ખુબ તકલીફ થતી હોય , જીવન - મરણનો પ્રશ્ન ઉપસ્થીત થયો હોય તો દર અડધા કલાકે રુદ્રાક્ષ પાણીમાં ઘસી મધમાં મેળવી ચાટતા રહેવાથી ઉલટી થઈ કફ બહાર નીકળી જાય છે અને રાહત થાય છે . 

( ૧૬ ) સતત ચાલુ રહેતી ઉધરસમાં કોકો પીવાથી ફાયદો થાય છે . કોકોમાં થીઓબ્રોમાઈન નામનું તત્ત્વ હોય છે જે કફ દુર કરે છે . 

( ૧૭ ) રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર સાત તુલસીનાં પાન , ચણાના દાણા જેવડા આદુના સાત ટુકડા , ત્રણ કાળાં મરી , ચણાના દાણા જેવડા આઠથી દસ હળદરના ટુકડા અને આ બધા પર દોઢ ચમચી જેટલું મધ મુકી બીડું વાળી ધીમે ધીમે ખુબ ચાવીને ખાવાથી ૧૦-૧૫ દીવસમાં કફ મટે છે . 

( ૧૮ ) ફેફસામાં જામી ગયેલો કફ નીકળતો ન હોય તો જેઠીમધ ( મુલેઠી ) અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ ૧-૧ ચમચી સવાર - સાંજ પાણી સાથે લેવાથી થોડા દીવસોમાં કફ નીકળી જઈ ફેફસાં સ્વચ્છ થાય છે . 

( ૧૯ ) ઘોડાવજનું ચુર્ણ મધ સાથે લેવાથી કફમાં લાભ થાય છે . 

( ૨૦ ) સુંઠ , હરડે અને નાગરમોથ દરેક ૨૦-૨૦ ગ્રામનું બારીક ચુર્ણ બહેડાની છાલના ઉકાળામાં ખુબ ઘુંટી ૧૨૦ ગ્રામ ગોળના પાકમાં નાખી બરાબર મીશ્ર કરી ચણી બોર જેવડી ગોળીઓ બનાવવી . એને ગુડાદીવટી કહે છે . આ બબ્બે ગોળી દીવસમાં ત્રણ 879 વાર ચુસવાથી કફના રોગો , ઉધરસ અને શ્વાસમાં ફાયદો થાય છે . 

( ૨૧ ) અરડુસી , દ્રાક્ષ અને હરડેનો સમાન ભાગે બનાવેલ અધકચરો ભુકો બેથી ત્રણ ચમચી એક ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠંડુ પાડી સવાર - સાંજ પીવાથી રક્તપીત્ત , ક્ષય , ઉધરસ , પીત્તજ્વર , કફના રોગો અને કબજીયાતમાં ફાયદો થાય છે . 

( ૨૨ ) સરખા ભાગે ફુલાવેલો ટંકણખાર , જવખાર , પીપર અને હરડેનું બારીક ચુર્ણ બનાવી , એનાથી બમણા વજનનો ગોળ લઈ પાક બનાવી ચણી બોર જેવડી ગોળી વાળવી . દીવસમાં ત્રણ વખત બબ્બે ગોળી ધીમે ધીમે ચુસવાથી ગળામાં વારંવાર થતા કફનો નાશ થાય છે . એનાથી હેડકી , દમ , ઉધરસ , શરદી , શુળ અને કફના રોગો પણ મટે છે . 

( ૨૩ ) જાવંત્રીનું ચુર્ણ ૧.૫ ગ્રામ અને જાયફળનું ચુર્ણ ૧ ગ્રામ મીશ્ર કરી એક ચમચી મધ સાથે ચાટવાથી કફના બધા રોગો મટે છે . વાયુથી થતી સુકી ઉધરસમાં પણ આ ઉપચાર એટલો જ હીતકારી છે . 

( ૨૪ ) રોજ છાતીએ તલ કે સરસવના તેલની માલીશ કરી શેક કરવાથી લોહીમાંનો કફ ઘટી જાય છે . 

( ૨૫ ) અરડુસી , આદુ અને લીલી હળદરનો ૧-૧ ચમચી રસ દીવસમાં ત્રણ વાર લેવાથી જુના કાકડા , ઉધરસ , શ્વાસ - દમ , શરદી વગેરે કફના રોગો મટે છે . 

( ૨૬ ) કફ હોય અને નાક બંધ રહેતું હોય તો દુધમાં એક ચપટી રાઈનું ચુર્ણ અને એક ચમચો સાકર નાખી સવાર - સાંજ પીવાથી લાભ થાય છે . 

( ૨૭ ) કફવૃદ્ધી થઈ હોય અને ગળામાંથી કફ પડતો હોય તો કાચો કે શેકેલો અજમો આખો કે એનું ચુર્ણ બનાવી સવાર , બપોર , સાંજ એક એક ચમચી લેવાથી લાભ થાય છે . 

( ૨૮ ) એલર્જીક અસ્થમા , કફ , શરદી , દમ - શ્વાસ અને ક્ષયના દર્દીઓએ બેથી ત્રણ ચમચી આદુનો રસ મોઢામાં કોગળાની જેમ ત્રણ - ચાર મીનીટ ભરી રાખવો . આ ઉપચાર પ્રયોગથી થતું ચીકણું મોટું મટી જશે . આવા રોગોમાં કફ મહામહેનતે છુટો પડે છે અને કફ છુટો પડે તો એકદમ રાહત થાય છે . કફ છુટો પડવાથી ફેફસાંની શ્વાસનળીઓનો અવરોધ દુર થાય છે , આથી શ્વાસ લેવામાં તરત સારું લાગે છે . સવાર - સાંજ આ ઉપચાર કરવાથી કફના રોગોમાં ફાયદો થાય છે . મંદાગ્નીવાળાએ આદુનો આ રસ પેટમાં ઉતારી દેવો . જેનાથી ભુખ સારી લાગશે . આહાર પણ પચી જશે . પીત્તની તકલીફવાળાએ મોઢામાં ભરેલો આદુનો રસ ત્રણ - ચાર મીનીટ પછી કાઢી નાખવો . આદુના રસનો ઉપયોગ કરતી વખતે તે તાજો જ કાઢેલો હોવો જોઈએ . 

( ૨૯ ) કફ ઘણો જ નીકળતો હોય એવી ઉધરસમાં સુંઠનું બારીક ચુર્ણ પા ચમચી , મોટી એલચીનું બારીક ચુર્ણ ૧ ગ્રામ અને એટલો જ સંચળનો પાઉડર બે ચમચી મધ સાથે મીશ્ર કરી સવાર - સાંજ ચાટી જવું . પચવામાં ભારે , ચીકણાં અને મીઠાં 883 આહારદ્રવ્યો છોડી દેવાં તથા સુંઠ નાખીને ઉકાળેલું ઠંડું કરેલું પાણી પીવું . 

( ૩૦ ) આદુનો રસ અને મધ સરખા ભાગે લેવાથી કફ મટશે . 

( ૩૧ ) પાંચથી સાત લવીંગનું ચુર્ણ એક ચમચી મધમાં સવાર સાંજ ચાટવાથી કફના રોગો મટે છે .

કફ મટાડવા માટેના ઘરેલું ઉપચાર