એંસીડીટી ( અમ્લપીત્ત )
ભુખ્યા પેટે એસીડીટી થતી નથી . અતીશય તીખા , ખારા , ખાટા , કડવા રસવાળા આહારનો વધારે પડતો કે સતત ઉપયોગ ઍસીડીટી કરે છે . હોજરીમાં પીત્તનો ભરાવો થાય ત્યારે તે આહાર સાથે ભળી આથો ઉત્પન્ન કરે છે , અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે . આથી ગળામાં , છાતીમાં , પેટમાં બળતરા થાય છે . કોઈને શીર : શુળ અને ખાટી , કડવી ઉલટી થાય . જમ્યા પછી બેત્રણ કલાકે , અડધી રાત્રે નરણા કોઠે સવારે આ તકલીફ વધે . આવું થાય 859/1534 ત્યારે એકાદબે ઉપવાસ કરવા . પછી છસાત દીવસ દુધપૌંઆ , ખીર , રોટલી અને દુધ જ લેવાં .
એસિડિટી મતાડવા માટેના ઘરેલું ઉપાયો
( ૧ ) સફેદ ડુંગળીને પીસી તેમાં દહીં અને સાકર મેળવી ખાવાથી એસીડીટી મટે છે .
( ૨ ) દ્રાક્ષ અને નાની હરડે સરખે ભાગે લઈ સાકર મેળવી રુપીયાભાર ગોળી બનાવી ખાવી .
( ૩ ) કોળાના રસમાં સાકર નાખી પીવાથી એસીડીટી મટે છે .
( ૪ ) ગંઠોડા અને સાકરનું ચુર્ણ પીવાથી એસીડીટી મટે છે .
( ૫ ) સુંઠ , ખડી સાકર અને આમળાંનું ચુર્ણ પીવાથી એસીડીટી મટે છે .
( ૬ ) અડધા લીટર પાણીમાં ૧ લીંબુનો રસ અડધી ચમચી સાકર નાખી જમવાના અડધા કલાક પહેલાં પીવાથી એસીડીટી મટે છે .
( ૭ ) ધાણા જીરાનું ચુર્ણ ખાંડ સાથે પીવાથી એસીડીટી મટે છે .
( ૮ ) ૧૦૦ થી ૨૦૦ મી.લી. દુધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલાં ૪-૫ કાળાં મરીનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે .
( ૯ ) ૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરુના ચુર્ણમાં અથવા સુદર્શન ચુર્ણમાં મેળવીને લેવું .
( ૧૦ ) આમળાનું ચુર્ણ રોજ સવારે અને સાંજે ૧-૧ ચમચી પીવાથી એસીડીટી મટે છે .
( ૧૧ ) ધાણા અને સુંઠનું ચુર્ણ પાણી સાથે પીવાથી એસીડીટી મટે છે . 861
( ૧૨ ) સંતરાના રસમાં શેકેલા જીરુનું ચુર્ણ અને સીંધવ નાખી પીવાથી એસીડીટી મટે છે .
( ૧૩ ) દરરોજ ભોજન બાદ કે નાસ્તા બાદ એકાદ મોટો ટુકડો કોપરું ખુબ ચાવીને ખાવાથી એસીડીટી મટે છે . લીલું કોપરું આમાં વધુ લાભ કરે છે - તરોપો નહીં .
( ૧૪ ) હંમેશાં ભોજન કે નાસ્તા બાદ એકાદ કેળું ખાવાથી એસીડીટી થતી નથી . મધુપ્રમેહના દર્દીઓ કાચું કેળું લઈ શકે . એકાદ બે ટુકડા કેળું ખાવાથી પણ એસીડીટી મટી જાય છે . દરરોજ સવાર - સાંજ જમ્યા બાદ ૧-૧ કેળું એલચી અને સાકર ભભરાવી ખાવાથી એસીડીટી મટે છે .
( ૧૫ ) ઔષધોમાં અવીપત્તીકરચુર્ણ અને લવણભાસ્કર ચુર્ણ અડધી - અડધી ચમચી સવારે , 862 બપોરે અને સાંજે લેવું . શતાવરી ચુર્ણ , સાકર અને ઘી એક એક ચમચી મીશ્ર કરી સવાર - સાંજ લેવાં . સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ રોજ રાત્રે એક ચમચી લેવું . સાથે સાથે ઉચીત પરેજીથી એસીડીટી મટે છે .
( ૧૬ ) આમળાનો રસ ૧૦ ગ્રામ , પાણીમાં છુંદેલી કાળી દ્રાક્ષ ૧૦ ગ્રામ અને મધ ૫ ગ્રામ એકત્ર કરી પીવાથી અમ્લપીત્ત મટે છે .
( ૧૭ ) ૨૫૦ મી.લી. પાણીમાં એક લીંબુનો રસ નીચોવી ૫ ગ્રામ ખાંડ નાખી દરરોજ બપોરના ભોજનના અર્ધા કલાક પહેલાં પીવાથી એકાદ માસમાં અમ્લપીત્ત મટે છે . આ પીણું કદી પણ ભોજન બાદ પીવું નહીં , નહીંતર હોજરીનો રસ વધુ ખાટો થઈ એસીડીટી વધી જશે .
( ૧૮ ) દ્રાક્ષ અને વરીયાળી રાત્રે ૨૫૦ મી.લી. પાણીમાં ભીંજવી રાખી , સવારે મસળી , ગાળી તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી થોડા દીવસ સુધી પીવાથી અમ્લપીત્ત - ખાટા ઓડકાર , ઉબકા , ખાટી ઉલટી , મોંમાં ફોલ્લા થવા , પેટમાં ભારેપણું વગેરે મટે છે .
( ૧૯ ) ૧૦૦ ગ્રામ દ્રાક્ષ , ૧૦૦ ગ્રામ નાની હરડે અને ૨૦૦ ગ્રામ સાકર મેળવી ૧૦-૧૦ ગ્રામની ગોળી કરી લેવાથી અમ્લપીત્ત મટે છે .
( ૨૦ ) આમળાંનો મુરબ્બો કે આમળાનું શરબત લેવાથી અમ્લપીત્ત મટે છે .
( ૨૧ ) દ્રાક્ષ , હરડે અને સાકરનું સેવન કરવાથી અમ્લપીત્ત મટે છે .
( ૨૨ ) લીંબુના ફુલ અને સંચળને આદુના રસમાં પીવાથી એસીડીટી મટે છે .
( ૨૩ ) સવારે તુલસીનાં પાન , બપોરે કાકડી અને સાંજે ત્રીફળાનું સેવન કરવાથી અમ્લપીત્ત મટે છે .
( ૨૪ ) અનનાસના કકડા પર મરી તથા સાકર ભભરાવી ખાવાથી અમ્લપીત્ત મટે છે .
( ૨૫ ) કારેલાનાં ફુલ અથવા પાનને ઘીમાં શેકી ( સ્વાદ માટે સીંધવ મેળવી ) ખાવાથી એસીડીટીને લીધે ભોજન કરતાં જ ઉલટી થતી હોય તો તે બંધ થાય છે .
( ૨૬ ) કુમળા મુળા સાકર મેળવી ખાવાથી અથવા તેના પાનના રસમાં સાકર મેળવી પીવાથી અમ્લપીત્ત મટે છે .
( ૨૭ ) કોળાના રસમાં સાકર નાખી પીવાથી અમ્લપીત્ત મટે છે .
( ૨૮ ) ધોળી ડુંગળી બારીક પીસી , દહીં અને સાકર મેળવી ખાવાથી એસીડીટી અને ગળાની બળતરા મટે છે .
( ૨૯ ) સુંઠ , આમળાં અને ખડી સાકરનું બારીક ચુર્ણ ક ૨ીને લેવાથી અમ્લપીત્ત મટે છે .
( ૩૦ ) કોકમ , એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી ઍસીડીટી મટે છે .
( ૩૧ ) એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી , વાટી , માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી એસીડીટી મટે છે .
( ૩૨ ) એક ચમચી અવીપત્તીકર ચુર્ણ દુધ સાથે સવાર , બપોર , સાંજ લેવાથી ઍસીડીટી મટે છે .
( ૩૩ ) બદામ , પીસ્તા , અખરોટ , મગફળી જેવો સુકો મેવો થોડા પ્રમાણમાં ખાવાથી એસીડીટીની અસર
( ૩૪ ) આમળાનો મુરબ્બો કે આમળાનું શરબત લેવાથી અમ્લપીત્તમાં લાભ થાય છે .
( ૩૫ ) લીંબુના ફુલ અને સંચળને આદુના રસમાં પીવાથી અમ્લપીત્ત મટે છે .
( ૩૬ ) સંતકૃપા ચુર્ણ પાણી અથવા લીંબુના શરબતમાં લેવાથી અમ્લપીત્તમાં લાભ થાય છે .
( ૩૭ ) અમ્લપીત્ત અને અલ્સર એ પીત્તનો રોગ હોવાથી દરેક જાતના ખાટા પદાર્થો- દહીં , છાશ , ટામેટાં , આમલી , કોકમ , લીંબુ , કાચી કેરી , કોઠું , ખાટાં ફળો , હાંડવો , ઢોકળાં , ઈડલી , ઢોંસા , બ્રેડ વગેરે આથાવાળા પદાર્થો બીલકુલ બંધ કરવા . તળેલા , વાસી , ભારે , વાયડા , ચીકણા પદાર્થો , મરચું , મરી , લસણ , ડુંગળી , સુંઠ , પીપર , ગંઠોડા , આથાણું , રાયતું , પાપડ , સાકર , વરીયાળી , કાળી દ્રાક્ષ , ધાણા , જીરુ , પાકાં કેળાં , નાળીયેરનું પાણી- વગેરે બધું જ બંધ કરવું .
( ૩૮ ) દરરોજ ભોજન બાદ એક એક ચમચી હરડેનું ચુર્ણ મધ સાથે ચાટવાથી ચારેક દીવસમાં એસીડીટી મટે છે . લાંબા સમય સુધી પ્રયોગ કરવાથી એસીડીટી જડમુળથી જતી રહે છે .
( ૩૯ ) આખાં આમળાંને વરાળથી બાફી સાકરની ચાસણીમાં ડુબાડી રાખવાં . તેમાંથી રોજ એક આમળું સવારે ખાવાથી અમ્લપીત્ત મટે છે .
( ૪૦ ) ગોરસ આમલીનાં બી અને છોડાં કાઢી નાખી માત્ર ગરનું શરબત બનાવી તેમાં જીરુ અને સાકર નાખી પીવાથી પીત્તશમન થઈ એસીડીટી મટે છે .
( ૪૧ ) કડવા પરવળ એટલે પટોલનાં પાનનો રસ પીવાથી એસીડીટી તરત જ શાંત થાય છે .
( ૪૨ ) અરડુસી , ગળો , પીત્તપાપડો , લીમડાની અંતર્છાલ , ક ૨ીયાતુ , ભાંગરો , ત્રીફળા અને પરવળનાં પાન સરખા વજને લઈ અધકચરાં ખાંડી અડધા કપ મીશ્રણને બે ગ્લાસ પાણીમાં ઉકાળી અડધો કપ બાકી રહે ત્યારે ગાળી ઠંડુ પાડી મધ સાથે પીવાથી અમ્લપીત્ત મટે છે . આ ઉકાળામાં દશ ઔષધો હોવાથી એને દશાંગ ક્વાથ કહે છે .
( ૪૩ ) કાળી દ્રાક્ષ , સાકર , વરીયાળી અને ધાણાને પાણીમાં પલાળી ખુબ ચોળી , ગાળીને રાત્રે પીવાથી અમ્લપીત્તમાં ફાયદો થાય છે .
( ૪૪ ) અમ્લપીત્તને લીધે માથું એકદમ દુખતું હોય તો સાક ૨ નું પાણી પીવાથી તરત જ ફાયદો થાય છે . 869
( ૪૫ ) શતાવરીનું ચુર્ણ ગાયના દુધમાં ઉકાળી એલચી અને સાકર નાખી પીવાથી અમ્લપીત્ત મટે
( ૪૬ ) એસીડીટીની ફરીયાદ હોય ત્રણ - ચાર વાર નાળીયેરનું પાણી પીવું .