Ad Code

Ticker

3/recent/ticker-posts

મત્સ્ય પાલન ની યોજનાઓ

       અનુસુચિત જાતિના લાભાર્થી માટે માછલી વેચાણ પ્રોત્સાહન યોજના 

● મત્સ્ય પાલન ની યોજના માં કુલ  ખરીદીના ખર્ચના ૫૦% અથવા રુ. ૫૦૦૦- બે માંથી જે ઓછુ હોય તે જેમા 

● ઇન્સ્યુલેટડ બોક્ષ રુ.૧,૦૦૦/- 

● સાદુ બોક્ષ રુ.૫૦૦/- 

● રેંકડી રુ.૨૫૦૦

● વજનકાંટો  રુ.૧,૦૦૦

નો સમાવેશ થાય છે. 

● મત્સ્ય પાલન ની યોજના માં અરજદારે i-khedut પોર્ટલ મારફત અરજી સંબંધિત જીલ્લા કચેરીને કરી સૈદ્ધાંતિક મંજુરી મળ્યા બાદ ખરીદી કરવાની રહેશે. 

● મત્સ્ય પાલન ની યોજના ગુજરાત મત્સ્યોદ્યોગનો  કાયદો-૨૦૦૩ તથા ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો-૨૦૦૩ હેઠળ માછલી વેચાણ માટે લાયસન્સ મેળવેલ હોવું જોઈએ. 

● મત્સ્ય પાલન ની યોજના ના લાભાર્થી તરફથી ઉક્ત વિગતેના આંશીક સાધનો ખરીદીને સહાય મેળવેલ હશે તો પણ ઉક્ત વિગતો પૈકી અન્ય સાધનો પાછળથી ખરીદ કરે તો પણ સહાય મળવાપાત્ર થશે.

 ● મત્સ્ય પાલન ની યોજના માં ખરીદી કરેલ સાધન ના ટેક્ષ ટીન નંબર ધરાવતાં પાકા બીલો કચેરીમાં રજુ કરાયા પછી જ સહાય મળવાપાત્ર રહેશે. કાચા અને બાકી બીલો પર સહાય મળવાપાત્ર રહેશે નહી. 

● મત્સ્ય પાલન ની યોજના ના લાભાર્થી દ્વારા ખરીદ કરવામાં આવેલ સાધનોની ભૌતિક ચકાસણી કચેરી તરફથી કર્યા બાદ સહાયની રકમ ચૂકવવામાં આવશે. 

● મત્સ્ય પાલન ની યોજના માં અરજદાર તરફથી આંશિક સાધનો ખરીદવામાં આવે તો પણ સહાય મળવાપાત્ર રહેશે. 

● તેમજ આંશિક સાધનો ખરીદીને સહાય મેળવેલ હશે અને અન્ય સાધનો પાછળથી ખરીદ કરે તોપણ સહાય મળવાપાત્ર રહેશે. 

● મત્સ્ય પાલન ની યોજના માં  સાધનો માટે આજીવન એક જ વખત સહાયનો લાભ મળવાપાત્ર રહેશે.

 ● મત્સ્ય પાલન ની યોજના ના  લાભાર્થીને જે તે સાધનો માટે એક જ વખત સહાયનો લાભ મળવાપાત્ર છે.  

મત્સ્ય પાલન