પોસ્ટ ઓફિસમાં બચત યોજનાનો લાભ લેવા માટેની અગત્યની બાબતો જોઈએ.
● આ પોસ્ટ ઓફિસમાં બચત યોજનાનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.
● પોસ્ટ ઓફિસમાં બચત યોજનામાં આ સ્કીમનો લાભ લેવા માટે અરજી ફોર્મ ભરવાનુ રહશે.અથવા સત્તાવાર વેબસાઈટ પરથી પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો.
● પોસ્ટ ઓફિસમાં બચત યોજના માટે તમારે ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા આપવાના રહેશે અને આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ,મતદાર કાર્ડ માથી કોઈપણ એક ઓળખપત્ર આપવાનું રહેશે.તથા વ્યક્તિએ નોમિનીનું નામ પણ આપવાનુ રહશે.
● પોસ્ટ ઓફિસમાં બચત યોજનામાં ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા ૧૦૦૦ રૂ.છે, જે રોકડ અથવા ચેક દ્વારા પણ ચૂકવી શકાય છે. વધારે માહિતી માટે તમે નજીકની પોસ્ટ ઓફિસમાંથી પણ માહિતી મેળવી શકો છો.
પોસ્ટ ઓફિસમાં બચત યોજના માં કેટલી રકમ જમા કરી શકાય ?
● પોસ્ટ ઓફિસમાં જો તમારું ખાતું સિંગલ છે તો તમે વધુમાં વધુ ૪.૫ લાખ સુધી રકમ જમા કરી શકો છો.. આ યોજનામાં બાળકોનુ આવુ ખાતું પણ ખોલવામાં આવે છે. જો કે, બાળક જ્યારે ૧૦ વષૅનુ થાય ત્યારે તે પોતે જ એકાઉન્ટ ચલાવી શકે છે.
પોસ્ટ ઓફિસમાં બચત યોજના માં કેવી રીતે ૫ હજાર આ યોજના હેઠળ મેળવી શકાય છે ???
● પોસ્ટ ઓફિસમાં બચત યોજનામાં રોકાણ પર તમને ૬.૬ % વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે એક જ ખાતા હેઠળ ૪.૫ લાખનું રોકાણ કરો છો, તો હવે તમને વર્તમાન વ્યાજના દર પ્રમાણે વાર્ષિક ૨૯૭૦૦ મળશે. બીજી બાજુ, જો તમે સંયુક્ત ખાતા હેઠળ ૯ લાખનું રોકાણ કરો છો, તો તમને ૫૯,૪૦૦ વર્ષનું વ્યાજ મળશે. એટલે કે, દર મહિને ૪,૯૫૦ રૂપિયાનું વળતર મળવાપાત્ર થાય છે.
આ પોસ્ટ ઓફિસમાં બચત યોજનાની મુદત કેટલી હોય છે?
● આ યોજના માટેની મુદત ૫ વર્ષ સુધીની છે. ૫ વર્ષ પછી તમે ફરીથી આ યોજનામાં તમારી મૂડી રોકાણ કરી શકો છો.
પોસ્ટ ઓફિસમાં બચત યોજનાની ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો.
● મુદત પહેલાં તમારે નાણાં પાછા લેવા હોય, તો આ સુવિધા તમને એકાઉન્ટને ૧ વર્ષ પૂર્ણ થવા પર મળે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી ૧ વર્ષથી ૩ વર્ષ જૂનું એકાઉન્ટ થવા પર તેમાં જમા કરેલી રકમમાંથી ૨% બાદ કરીને બાકીની રકમ પાછી મેળવી શકાય છે. જો તમારું એકાઉન્ટ ૩ વર્ષથી વધુ જૂનું છે, તો તમને તેમાં જમા થયેલ રકમના ૧% કાપીને બાકીની રકમ તમને પાછી આપી દેવામાં આવે છે.