Ad Code

Ticker

3/recent/ticker-posts

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

 પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજનાનો કોને લાભ મળે 

બધા ખેડૂતો જેમાં ભાગીયા / ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય . ફરજિયાત ઘટક બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી ( SAO ) માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજિયાતપણે આવરી લેવામાં આવે છે . મરજીયાત ઘટક જેમણે ધિરાણ ન લીધું હોય , તેમને માટે આ યોજના મરજિયાત છે . . 

પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજનામાં કેટલો લાભ મળે 

આ યોજના મુજબ ચાર પ્રકારે પાક સામે વીમા વળતર મળવા જોગવાઇ છે . 

૧. ઓછા વરસાદ અથવા પ્રતિકૂળ સીઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે . . 

૨. ઊભા પાકોનું નુકશાન ( વાવેતરની વાવણી સુધી ) દા.ત.દુષ્કાળ , અછત , પૂર , તીડ , કુદરતી આગ , ભૂસ્ખલન , વાવાઝોડું વગેરે દ્વારા નુકશાન . 

૩. લણણી ( હારવેસ્ટીંગ ) કર્યા પછી નુકશાન , પાકની કાપણીના પછીના વધુમાં વધુ બે સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે . દા.ત.વાવાઝોડું , કમોસમી વરસાદ વગેરેથી નુકશાન . 

૪. સ્થાનિક કુદરતી આફતો જે કોઇ નિશ્ચિત વિસ્તારોના સ્થાનિક જોખમો દા.ત. કરાવર્ષા , ભૂસ્ખલન , જળપ્રલયથી થતાં નુકશાન સામે રક્ષણ . . 

આ યોજનામાં શુદ્ધ , ન્યૂક્લીયર જોખમ અને ઇરાદાપૂર્વક ( ધ્યેયપૂર્ણ ) રીતે કરેલ નુકશાનને સામેલ કરવામાં આવ્યા નથી . 

આ યોજનાને અમલ કરવા માટે રાજ્ય સરકારે નિયત કરીને આ યોજનાને સ્વીકૃત કરવાની રહેશે . 

આ પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના અંતર્ગત વીમામાં રક્ષણ માટે પ્રીમિયમ સાર નીચે મુજબના રહેશે . 

ખરીફ સીઝન માટે વીમાની રકમના ૨ ટકા , 

રવી સીઝન ( શિયાળુ પાક ) માટે ૧.૫ ટકા અને વાર્ષિક પાકો ( રોકડીયા અને બાગાયતી ) માટે વીમાની રકમના ૫ ટકા પ્રીમિયમ તરીકે આપવાના રહેશે . 

આ વીમા યોજના જે તે સીઝન પુરતી રહેશે . 

નવા વર્ષમાં નવી સીઝન માટે ફરીથી પ્રીમિયમ ભરી વીમો કરવાનો રહેશે .

 અરજી કોને કરવી ikhedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે .

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના