નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના
નીર્ધાર વૃધ્ધ પેંશન યોજનાનો લાભ કોને મળે
સ્ત્રી કે પુરુષ ૬૦ વર્ષ કે તે કરતાં વધુ ઉંમરના નિરાધાર વૃધ્ધ વ્યક્તિને ૨૧ વર્ષનો પુત્ર ન હોય . પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર , ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધ પણ અરજી કરી શકશે . ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતાં હોય . કુટુંબની વાર્ષિક આવક મર્યાદા - ગ્રામીણ વિસ્તાર માટે રૂા .૧,૨૦,૦૦૦ / - અને શહેરી વિસ્તાર માટે રૂ।.૧,૫૦,૦૦૦ / . . . .
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજન્સમાં કેટલો લાભ મળે
રાજ્ય સરકારની વૃધ્ધ પેન્શન સહાય યોજના હેઠળ રૂા .૭૫૦ / - માસિક સહાય મળે છે . ( ડી.બી.ટી. દ્વારા ) .
નિરાધાર પેન્શન યોજનાનો લાભ ક્યાથી મળે
સંબંધિત વિસ્તારના મામલતદારશ્રીને અરજી કરવી
નિરાધાર યોજના માટે કયા કયા પુરાવા જોઈએ .
- રેશનકાર્ડની નકલ
- આવકનો દાખલો
- ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા .
- આધાર કાર્ડની નકલ ઉંમરનો દાખલો ( કોઇ પણ એક દાખલાની નકલ )
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ,
- જન્મનો દાખલો ( તલાટી / નગર પંચાયત રેકર્ડ ઉપરનો ) ,
- ફક્ત સિવિલ હોસ્પિટલ અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિન્ટેન્ડન્ટનો ઉંમરનો દાખલો .
- ૨૧ વર્ષનો પુત્ર નથી તે અંગેનું પ્રમાણપત્ર ( તલાટી - કમ - મંત્રી )
- ગુજરાત રાજ્યના વતની હોવાનો દાખલો ( તલાટી - કમ - મંત્રી )
- ૧૦ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતાં હોય તેના પ્રમાણપત્રની નકલ ( તલાટી - કમ - મંત્રી )
- પેન્શન મંજૂર થયા પછી બેંકમાં ખાતુ ખોલાવી પાસબુક ( ચોપડી ) ની નકલ
- સમાજ સુરક્ષા ખાતામાં અને મામલતદારશ્રીની કચેરીએ લેખિતમાં આપવી .
- ચૂંટણી કાર્ડની નકલ ,
- બેંક પાસબુકની નકલ દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે .