Ad Code

Ticker

3/recent/ticker-posts

અખરોટ ખાવાથી થતા ફાયદાઓ વિશે જાણો

અખરોટ : અખરોટનો મગજ આકારનો ગર્ભ 

અખરોટ : અખરોટનો મગજ આકારનો ગર્ભ

સ્વાદે મધુર, જરાક ખાટો, સ્નીગ્ધ, શીતળ, ભારે, કફ તથા વીર્યવર્ધક છે. તેનાથી વાયુ અને પીત્તના દોષો શાંત થાય છે. ખાસ કરીને યાદશક્તી વધારવા, મગજની નબળાઈ દુ૨ ક૨વા, ચહેરાનો લકવો દુ૨ ક૨વા તથા વાયુના સોજા મટાડવા અખરોટના ગર્ભ તથા અખરોટમાંથી બનાવેલા તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

અખરોટ મધુર, સ્નીગ્ધ, શીતળ, ધાતુવર્ધક, રુચીકારક, કફ-પીત્તકારક, બળકારક, વજન વધારનાર, મળને બાંધનાર, ક્ષયમાં હીતકર,

હદયરોગ, પાતળાપણું, રક્તદોષ અને વાતરક્તમાં હીતાવહ છે. એ શરીરની આંતરીક બળતરા મટાડે છે. અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પીસ્તાં પણ પ્રોટીન અને વીટામીનથી ભરપુર હોય છે. અખરોટને સલાડમાં, દળીને નાસ્તામાં ખાઈ શકાય.

(૧) અખરોટના તેલનું પોતું મળમાર્ગમાં મુકવાથી ફુલી ગયેલા હરસ શાંત થાય છે અને ચીરા-ફીશર પણ મટે છે.

(૨) અખરોટની કાંજી બનાવી લેપ કરવાથી સોજા મટે છે.