વ્હાલા મતદાર ભાઈઓ તથા બહેનો નમસ્કાર ...
હંમેશા લોકો માટે અને લોકો સાથે અડધી રાત્રે ઉભા રહેતા શ્રી કરણભાઈ બારૈયા પોતાના લોકોના રૂંધાતા વિકાસને વેગવંતો બનાવવા , સ્થાનિક સમસ્યાઓનું કાયમી નિવારણ લાવવા રાજુલા - જાફરાબાદ - ખાંભાના લોકોની ચાહના અને આગ્રહથી ગુજરાત વિધાનસભા ચુંટણી -૨૦૨૨ માં પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે . લોકોના અડગ વિશ્વાસ અને અકલ્પનીય પ્રેમને કરણભાઇ બારૈયા જવાબદારી સમજી વચન આપે છે કે રાજુલા - જાફરાબાદ - ખાંભાના સર્વાંગી વિકાસ થકી નાગરીકોનું જીવન ધોરણ શ્રેષ્ઠ બને તે માટે ,
ખાંભા તાલુકા
સિંચાઇના પાણી માટે નવા ચેકડેમોનું નિર્માણ તેમજ હયાત ચેકડેમોનું નવીનીકરણ , મુખ્ય શહેર સાથે દરેક ગામને સરકારી બસોથી જોડાણની સુવિધા , મહિલા સ્વરોજગારી માટે ગૃહ ઉદ્યોગ તેમજ સખી મંડળ થકી મધ્યમ અને લઘુ ઉદ્યોગોનું નિર્માણ , સંપૂર્ણ મહિલા સંચાલિત ડેરી ઉદ્યોગનું નિર્માણ સાથે પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન , યુવાનો ખેતી પ્રત્યે આકર્ષાય તે માટે ખેતીવાડી પ્રશિક્ષણ કેન્દ્ર અને ખેડુત ઉત્પાદક સમિતિઓનું નિર્માણ , એગ્રીકલ્ચર અને ફુડ પ્રોસેસીંગ યુનિટનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલથી નિર્માણ , હનુમાન ગાળા , શામળીયા મહાદેવ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થળોનું ડેવલપમેન્ટ અને કૃત્રિમ જંગલના નિર્માણ થકી કુદરતી સંપદાઓનું જતન , ગામોનો વિકટ પ્રશ્ન એટલે કે પીવાના પાણી માટે નળ સે જળ યોજના તેમજ અન્ય વૈકલ્પિક સ્ત્રોતનું સુઆયોજન , દર વર્ષે ખાંભા તાલુકાના પાંચ ગામોને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા , નવી અને આધુનિક સરકારી શાળાઓ તેમજ આંગણવાડીઓનું નિર્માણ , નવી ઉચ્ચતર સરકારી શાળાઓની મંજુરી , ગામની પ્રાથમિક જરૂરીયાતો જેવી કે પીવાનું પાણી , સ્વચ્છતા , સ્ટ્રીટ લાઇટ , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , બસ સ્ટેન્ડ , સ્મશાન ઘરનું સુઆયોજન .