કૃમી શા કારણે થાય છે?
દુષીત પાણી , આહાર , ખુલ્લાં , કાપેલાં ધોયા વગરનાં ફળો ખાવાથી અને હાથ ધોયા વગર જમવાથી પેટમાં કૃમી થાય છે . મોટી ઉંમરની વ્યક્તીઓ કરતાં નાનાં બાળકોમાં તેનું પ્રમાણ વધારે હોય છે . આવી કૃમીવાળી વ્યક્તીઓ જો મીઠાઈ , ગોળ , ચોકલેટ જેવી ચીજો વધારે પડતી ખાય તો મળાવરોધ થવાથી મળાશયમાં કૃમીઓનું પ્રમાણ વધી જાય છે . કૃમીનું પ્રમાણ વધી જવાથી ઉદરશુળ , રક્તાલ્પતા , અવારનવાર ઝાડા થવા , ઉબકા , ઉલટી , અરુચી , મંદાગ્ની , તો કોઈ વખત વધારે પડતી ભુખ , ખંજવાળ , આળસ વગેરે થાય છે .
કૃમિ મટાડવાના ઘરેલું ઉપચાર
( ૧ ) દરરોજ સવાર - સાંજ જમવાની પાંચેક મીનીટ પહેલાં આખું કે દળેલું નમક એકાદ નાની ચમચી 937 જેટલું પાણી સાથે ફાકવાથી કમી વમનથી કે મળમાર્ગે બહાર નીકળી જાય છે .
( ૨ ) ૧ થી ૨ ચમચી અધકચરી ખાંડેલી દાડમની છાલ ૧ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળવું . ઠંડુ પાડી ગાળીને ખાલી પેટે આ ઉકાળો પીવો . બીજે દીવસે સવારે હરડેનો રેચ લેવો . આનાથી ચપટા કૃમી - ટેપવર્મ બેહોશ થઈ કે મરી જઈને બહાર નીકળી જાય છે .
( ૩ ) લીમડાના પાનનો રસ દરરોજ ૧-૨ ચમચા સવાર - સાંજ પીવાથી તમામ કૃમી મળ વાટે બહાર નીકળી જઈ પેટ નીર્મળ થઈ જાય છે .
( ૪ ) કારેલાં કૃમીદન છે . બાળકોને મોટે ભાગે દુધીયા કૃમી થતા હોય છે . એમને કારેલાંનું શાક ખવડાવવું . બાળક કારેલાંનું શાક ન ખાય તો કારેલાંનો રસ કાઢીને બે ચમચી જેટલો સવાર સાંજ પીવડાવવો .
( ૫ ) પપૈયાના સુકાં બીનું એક ચમચી ચુર્ણ એક વાડકી તાજા દહીંમાં મેળવી દીવસમાં ત્રણ વખત લેવાથી કૃમી બહાર નીકળી જાય છે .
( ૬ ) કૃમી થયા હોય તો માત્ર પાન ખાવાથી સારું થઈ શકે છે . ૩-૪ કે દીવસમાં જેટલાં પાન ખાઈ શકાય તેટલાં સાદાં કે સામગ્રી નાખેલાં પાન ખાવાં . એનાથી મળ વાટે કૃમી બહાર નીકળી જાય છે .
( ૭ ) અનનાસ ખાવાથી એક અઠવાડીયામાં પેટમાંના કૃમીનું પાણી થઈ જાય છે . આથી બાળકો માટે અનનાસ ઉત્તમ છે .
( ૮ ) એક સારી સોપારીનો ભુકો કરી થોડા ગરમ પાણી સાથે દીવસમાં ત્રણ - ચાર વાર લેવાથી કૃમી મટે છે .
( ૯ ) કારેલીના પાનનો રસ થોડા ગરમ પાણીમાં આપવાથી કૃમી મરી જાય છે .
( ૧૦ ) ખાખરાનાં બી , લીમડાનાં બી અને વાવડીંગને વાટી બનાવેલું વસ્ત્રગાળ ચુર્ણને ‘ પલાશબીજાદી ચુર્ણ ’ કહે છે . બાળકોને પા ચમચી અને મોટાંઓને અડધી ચમચી ચુર્ણ પાણી સાથે સવાર- સાંજ આપવાથી કૃમી દુર થાય છે .
( ૧૧ ) ટામેટાના રસમાં હીંગનો વઘાર કરી પીવાથી કૃમીરોગમાં ફાયદો થાય છે .
( ૧૨ ) દાડમની છાલનો અથવા તેના છોડ કે મુળની છાલનો ઉકાળો કરી તેમાં તલનું તેલ નાખી ત્રણ દીવસ સુધી પીવાથી પેટમાંના કૃમી નીકળી જાય છે .
( ૧૩ ) દાડમડીના મુળની લીલી છાલ ૫૦ ગ્રામ ( તેના નાના નાના કકડા ક ૨ વા ) , ખાખરાના બીનું ચુર્ણ પ ગ્રામ , વાવડીંગ ૧૦ ગ્રામ અને ૧ લીટર પાણીમાં અર્જુ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી , દીવસમાં ચાર વાર અર્ધા અર્ધા કલાકે ૫૦ ૫૦ ગ્રામ પીવાથી અને પછી એરંડીયાનો જુલાબ લેવાથી તમામ પ્રકારના ઉદરકૃમી નીકળી જાય છે .
( ૧૪ ) નારંગી ખાવાથી કૃમીનો નાશ થાય છે .
( ૧૫ ) મુઠી ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમી મરી જઈ ઉદરશુદ્ધી થાય છે .
( ૧૬ ) વડવાઈના કુમળા અંકુરનો ઉકાળો કરી પીવાથી પેટના કૃમી મટે છે .
( ૧૭ ) સરગવાનો ઉકાળો મધમાં મેળવી દીવસમાં બે વાર પીવડાવવાથી ઝીણા કૃમી નીકળી જય છે .
( ૧૮ ) સવારે ઉઠતાંની સાથે બે - ત્રણ ગ્રામ મીઠું ( નમક ) પાણીમાં મેળવી થોડા દીવસ પીવાથી નાના નાના કૃમી બહાર નીકળે છે , નવા કૃમીની ઉત્પત્તી બંધ થાય છે અને પાચનક્રીયા સુધરે છે .
( ૧૯ ) સુંઠ અને વાવડીંગનું ચુર્ણ મધમાં લેવાથી કૃમી મટે છે .
( ૨૦ ) કાચા પપૈયાનું તાજું દુધ ૧૦ ગ્રામ , મધ ૧૦ ગ્રામ અને ઉકળતું પાણી ૪૦ મી.લી. એકત્ર કરી ઠંડુ થાય ત્યારે પીવાથી અને બે કલાક પછી એરંડીયાનો જુલાબ લેવાથી ગોળ કૃમી નીકળી જાય છે . ( તેનાથી પેટમાં ચૂંક આવે તો લીંબુનો રસ ખાંડ નાખી પીવો . )
( ૨૧ ) ભાંગરાનો પાઉડર ( બજારમાં મળી શકે ) અથવા તાજા ભાંગરાનો રસ અને અડધા ભાગે દીવેલ રાત્રે સુતાં પહેલાં દરરોજ લેવાથી બધા કૃમી પેટની બહાર નીકળી જાય છે .
( ૨૨ ) એક ગ્લાસ ઘટ્ટ છાસમાં એક ચમચો વાટેલો અજમો નાખી સવાર - સાંજ પીવાથી પેટમાંના બધા કૃમી મળમાર્ગે બહાર નીકળી જાય છે .
( ૨૩ ) બાળકોને કૃમી થાય તો તેની અવસ્થા મુજબ ગરમ પાણી સાથે દરરોજ રાત્રે સુતી વખતે એરંડીયું પાવાથી તે મટી જાય છે .
( ૨૪ ) કાચા કે પાકા પપૈયાના રસમાં સાકર મેળવી બાળકને પીવડાવવાથી પેટમાંના કૃમી મળ વાટે બહાર ફેંકાઈ જવા લાગે છે .
( ૨૫ ) દરરોજ સવાર , બપોર , સાંજ એક એક કપ પાણીમાં એક નાની ચમચી મીઠું ( નમક ) ઓગાળી પીવાથી કૃમીની ફરીયાદ મટે છે .
( ૨૬ ) સુંઠ , વાવડીંગ અને ભીલામાનું ચુર્ણ મધમાં લેવાથી કૃમી મટે છે .
( ૨૭ ) કપીલો , વાવડીંગ અને રેવંચી સરખા ભાગે લઈ મધ સાથે બાળકને ચટાડવાથી તેના પેટમાંના કરમીયા સાફ થઈ જાય છે .
( ૨૮ ) શણનાં બીનું ચુર્ણ ગોમુત્રમાં મેળવી પીવાથી કરમીયાનો રોગ કાયમ માટે મટે છે .
( ૨૯ ) વાવડીંગને અધકચરાં ખાંડી ઉકાળો કરીને પીવાથી કૃમી નાશ પામે છે .
( ૩૦ ) લીંબુના પાન વાટી રસ કાઢી રસથી અડધું મધ ભેળવી સાત દીવસ સુધી રોજ સવારે આપવાથી અને આઠમા દીવસે રેચ લઈ લેવાથી પેટના તમામ કૃમી નીકળી જાય છે .
( ૩૧ ) આંબાહળદર અને સીંધવ સાથે વાટી ગરમ પાણી સાથે લેવાથી કૃમી મટે છે .
( ૩૨ ) કેરીની સુકી ગોટલીનું ૧-૧ ચમચી ચુર્ણ સવાર - સાંજ પાણીમાં નીયમીત લેવાથી ત્રણેક મહીનામાં પેટમાંના બધા કૃમી મળ વાટે બહાર નીકળી જાય છે .
( ૩૩ ) મોટી સોપારી જેટલો ગોળ ખ કાંચકાની શેકેલી મીંજનું અડધી ચમ ખાવાથી પેટના કૃમી નીકળી જાય છે .
( ૩૪ ) પા ચમચી જેટલો કી ૨ માણી અજમો સોપારી જેટલા ગોળ સાથે સવાર - સાંજ ખાવાથી કૃમીઓ નીકળી જાય છે .
( ૩૫ ) એક ચમચી વાવડીંગનું બારીક ચુર્ણ સવાર સાંજ એક ચમચી ગોળ ખાધા પછી લેવામાં આવે તો પેટના કૃમીઓ નાશ પામે છે .
( ૩૬ ) એક કપ ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં એક ચમચી વાવડીંગનો ભુકો અને અડધી ચમચી હળદરનું ચુર્ણ નાખી ઉકાળવું . આ દ્રવ બરાબર ઉકળે ત્યારે ઉતારી , ઠંડું પાડી રોજ રાત્રે ૧૫ થી ૨૦ દીવસ પીવાથી બાળકોના કૃમી - કરમીયા બેહોશ થઈને નીકળી જાય છે અને લીવર પણ સારું થાય છે .
( ૩૭ ) બે ચમચી ગરમાળાના ગોળ સાથે એક ચમચી વાવડીંગનું ચુર્ણ મીશ્ર કરી રોજ સવારે આઠ - દસ