Ad Code

Ticker

3/recent/ticker-posts

કરણભાઈ બારૈયા નો રાજુલા તાલુકા માટે સંકલ્પ પત્ર

 

કરણભાઈ ભગવાનભાઈ બારૈયા નો સંકલ્પ પત્ર રાજુલા

  વ્હાલા મતદાર ભાઈઓ તથા બહેનો નમસ્કાર ... 

હંમેશા લોકો માટે અને લોકો સાથે અડધી રાત્રે ઉભા રહેતા શ્રી કરણભાઈ બારૈયા પોતાના લોકોના રૂંધાતા વિકાસને વેગવંતો બનાવવા , સ્થાનિક સમસ્યાઓનું કાયમી નિવારણ લાવવા રાજુલા - જાફરાબાદ - ખાંભાના લોકોની ચાહના અને આગ્રહથી ગુજરાત વિધાનસભા ચુંટણી -૨૦૨૨ માં પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે . લોકોના અડગ વિશ્વાસ અને અકલ્પનીય પ્રેમને કરણભાઇ બારૈયા જવાબદારી સમજી વચન આપે છે કે રાજુલા - જાફરાબાદ - ખાંભાના સર્વાંગી વિકાસ થકી નાગરીકોનું જીવન ધોરણ શ્રેષ્ઠ બને તે માટે ,

   રાજુલા તાલુકા

 રાજુલા રેલ્વે સ્ટેશનને સિટીની મધ્યમાં લેવું , ચુવાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્ય સેન્ટરો પર સ્પોર્ટસ ગ્રાઉન્ડનું નિર્માણ , સ્થાનીક સ્વરોજગારી માટે વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરનું નિર્માણ તેમજ વિસ્તારની કંપનીઓમાં યુવાઓને નોકરીમાં પ્રાથમિકતા , બાળકોના શ્રેષ્ટ શિક્ષણ માટે નવી અને આધુનિક સરકારી શાળાઓ તેમજ આંગણવાડીઓનું નિર્માણ , ધારેશ્વર મહાદેવ , પીપાવાવ ધામ , શ્રી કુંભનાય મહાદેવ તેમજ અન્ય ધાર્મિક અને પર્યટન સ્થળોનું ડેવલપમેન્ટ , ભૂગર્ભ જળ સ્તરના વધારા માટે ગામની આસપાસ નવા તળાવ,  ચેકડેમોનું નિર્માણ તેમજ હયાત ચેકડેમનું નવિનીકરણ, દર વર્ષે રાજુલા તાલુકાના પાંચ ગામોને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા , દરેક ગામની પ્રાથમિક જરૂરીયાતો જેવી કે પીવાનું પાણી , સ્વચ્છતા , સ્ટ્રીટ લાઈટ , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટેન્ડ , સ્મશાન ઘરનુ સુઆયોજન ,ખેત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખેડુત ઉત્પાદક સમિતિઓનુ નિમાણ,   ચાંચબંદર થી વિકટર પરની ખાડી પર પુલનુ  નિર્માણ ...જેવા વગેરે કાયોઁ કરવામાં આવશે.